US india ambassodor Eric garcetti

US Ambassador to India: રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે લોસ ઍન્જલસના મેયર ઍરિક ગારચેટ્ટીની વરણી કરવામાં આવી- વાંચો વધુ વિગત

US Ambassador to India: રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ભારતમાં રાજદૂત તરીકે મારી પસંદ કરવામાં આવી છે ઍનો સમ્માનપૂર્વક સ્વીકાર કરું છું. હું લોસ ઍન્જલસને પ્રેમ કરું છું. અને હંમેશ ઍન્જલનો બની રહીશ.

લોસ ઍન્જલસ, ૦૬ ઓગસ્ટ: US Ambassador to India: રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે લોસ ઍન્જલસના મેયર ઍરિક ગારચેટ્ટીની વરણી કરવામાં આવી છે. ઍરિકની વરણીને લોસ ઍન્જલસના ભારતીયો દ્વારા આવકરાઈ છે અને આનંદ વ્યકત કરતાં બાઈડેનના નિર્ણય બન્ને દેશ માટે લાભકારક રહેશે ઍવો મત વ્યકત કર્યો છે.

ભારતમાં રાજદૂત (US Ambassador to India) તરીકે નામ જાહેર થતા લોસ ઍન્જલસના મેયર ઍરિક ગારચેટ્ટીઍ નાગરિકોને ઉદ્દેશીને જાહેરપત્ર લખ્યો હતો. ઍમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ભારતમાં રાજદૂત તરીકે મારી પસંદ કરવામાં આવી છે ઍનો સમ્માનપૂર્વક સ્વીકાર કરું છું. હું લોસ ઍન્જલસને પ્રેમ કરું છું. અને હંમેશ ઍન્જલનો બની રહીશ. હું આપને જણાવવા માગુ છું કે, હું હરહંમેશ આપનો મેયર રહીશ. જે ઉત્સુકતા, ધ્યેય, પ્રતિબધ્ધતાથી મેયર તરીકે કાર્ય શરૂ કર્યુ હતું ઍ જ રીતે કરતો રહીશ.

US Ambassador to India

આ પણ વાંચો…Renamed rajiv gandhi khel ratna award: ખેલ રત્ન પુરસ્કારમાંથી હટાવાયું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે એવોર્ડ

ઍક ઍક્ટિવિસ્ટ, શિક્ષક, નૌસેનાના અધિકારી, ઍક જાહેર સેવક, મારું જીવન સેવા માટે રહ્નાં છે તે જ પ્રકારે રાજદૂત તરીકે પણ ઍ જ ભાવનાથી કરતો રહીશ. જ્યારે પણ રાષ્ટ્રને જરૂર પડશે, ત્યારે મારી જે વચ્ચબધ્ધતા છે ઍ મુજબ ઍને નિભાવીશ. મારી જે નવી ભૂમિકા રહેવાની છે ઍમાં પણ આ શહેર પ્રત્યે પૂરી શક્તિ અને પ્રેમ અને પ્રતિબધ્ધતા સાથે રહેશે. જે લોસ ઍન્જલસને મદદરૂપ બનશે.

મેયર ઍરિકન રાજદૂત તરીકેની પસંદગીને આવકારતા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અફ નોર્થ અમેરિકાના પ્રમુખ પરિમલ શાહે જણાવ્યું હતું કે, અમે ભારતીય અમેરિકનો ઍરિકની પસંદગી કરવાના રાષ્ટ્રપતિ, બાઈડેનના નિર્ણયથી ખૂબ જ ખુશ છીઍ, અમે આ નિર્ણયને સહકાર આપીઍ છીઍ.

Whatsapp Join Banner Guj

લેબોન હોસ્પિટાલિટી ગૃપના સીઈ યોગી પટેલે જણાવ્યું હતું કે, મેયર ઍરિક ગારચેટ્ટીને અભિનંદન પાઠવીઍ છીઍ. લોસ ઍન્જલસના રહેવાસી તરીકે આપના નેતૃત્વ માટે અમને ગૌરવ છે. હવે તમે વિશ્વની સૌથી મોટી લોકશાહી કે જે મારી માતૃભૂમિ છે ઍના રાજદૂત તરીકે પસંદ થયા છો, ત્યાં પણ આપનું નેતૃત્વ ઝળહળશે ઍવો દૃઢ વિશ્વાસ છે.