US parliament

US parliament in favor of india: અમેરિકાની સંસદમાં ભારતની તરફેણમાં લવાયો પ્રસ્તાવ, વાંચો વિગતે…

US parliament in favor of india: અમેરિકાના સાંસદો અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવા માટે અમેરિકાના સંસદમાં બિલ લાવ્યા

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: US parliament in favor of india: જ્યારથી અમેરિકાના આકાશમાં ચીનનુ ‘જાસૂસી બલૂન’ દેખાયુ છે ત્યારથી અમેરિકાએ ચીનને લઈને પોતાની નીતિમાં આક્રમકતા બતાવવાનું શરૂ કર્યું છે. અમેરિકા મોટા પ્રમાણમાં ચીનની વિરુદ્ધ નિર્ણયો લઈ રહ્યું છે. જેના કારણે ચીન ગુસ્સે ભરાઈ શકે છે. આ દરમિયાન અમેરિકાની સંસદ (સેનેટ)માં એક બિલ લાવવામાં આવ્યું છે. જેના કારણે ચીન હચમચી શકે છે. જો આ બિલ અમેરિકાની સંસદમાં પસાર થાય છે તો તે ભારત માટે ઘણું ફાયદાકારક સાબિત થશે.

હકીકતમાં, અમેરિકાના સાંસદો અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવા માટે અમેરિકાના સંસદમાં બિલ લાવ્યા છે. ઓરેગોનના સેનેટર જેફ મર્કલેએ સમાચાર સંસ્થાને જણાવ્યું કે તેઓ અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ માને છે. એટલા માટે તેઓ અમેરિકાની સંસદમાં આ અંગે બિલ લાવ્યા છે. આ બિલ પર સેનેટર મર્કલેને સેનેટર બિલ હેજર્ટીનું સમર્થન છે.

સેનેટ હેગર્ટીએ કહ્યું કે ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે. આવા સમયે અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. આમાં ખાસ કરીને ભારતનું નામ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે આ બિલ લાવવાનો હેતુ એ છે કે, અમેરિકાએ સત્તાવાર રીતે અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવાનું શરૂ કર્યું છે. તેમણે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનના વધતા આક્રમણની પણ નિંદા કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે તેઓ ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહીની નિંદા કરે છે. જેમાં ચીને સૈન્ય બળના આધારે LACની યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમનો આ ઠરાવ સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક રીતે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Chetan sharma resigned: ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદ પરથી આપ્યું રાજીનામું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો