School health check

School health check: રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક ૨.૩ લાખથી પણ વધારે બાળકોનું ‘શાળા આરોગ્ય તપાસણી’ થકી થાય છે ટેસ્ટિંગ

School health check: આંગણવાડીની બહેનોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે અકસ્માતના કિસ્સામાં ૫૦ હજારની સહાય માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી

ગાંધીનગર, 24 મેઃ School health check: રાજયકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, કુપોષિત બાળકો બાબતે ગુજરાત સરકાર એક ઝુંબેશના સ્વરૂપે કામ કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક ૨.૩ લાખથી પણ વધારે બાળકોનું ‘શાળા આરોગ્ય તપાસણી’ થકી ટેસ્ટિંગ થાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડીની બહેનોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે અકસ્માતના કિસ્સામાં ૫૦ હજારની સહાય માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. આ કોન્કલેવમાં કોર્પોરેશનના પદાધિકારીઓ, તથા વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Controversial statement of Bharat Solanki: કોંગ્રેસી નેતા ભરત સોલંકીની જીભ લપસી, રામ મંદિર વિશે કહી આ વાત- તો હાર્દિક પટેલે કહ્યું- તે પહેલેથી જ રામ વિરોધી છે

ગઈ કાલે કારોબારીની ચર્ચા મુજબ સૂપોષણ અભિયાન અંતર્ગત ડોક્ટર સેલ અને મહિલા મોરચાએ ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. 90 દિવસ સુધી સતત કામગીરી કરી. સરકાર ની સાથે સાથે સંગઠન પણ કામગીરી કરીને 13 લાખ પરિવારો ને સપર્ક કરવાનો લક્ષ્યાંક પુર્ણ થવાના આરે છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મહિલા બાળ કલ્યાણ વિભાગના બજેટમાં ૪ર ટકાના ધરખમ વધારા સાથે ૪૯૭૬ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનામાં મહિલા સુપોષણ માટે રૂ. ૮પ૦ કરોડ વપરાશે-૧૦૦૦ દિવસ સુધી સગર્ભા મહિલાને પોષક આહાર આપવામાં આવશે. સરકારની સાથે ખભે થી ખભો મિલાવીને ગુજરાતની અંદર 13 લાખ બાળકોને કુપોષણમાથી મુક્ત કરી અને સુપોષિત બનાવીશું તેવો નિર્ધાર સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીનો છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ India is helping Sri Lanka in crisis: ભારત કટોકટીગ્રસ્ત શ્રીલંકામાં ચોખા અને અન્ય જરૂરિયાતો મોકલી- વાંચો વિગત

Gujarati banner 01