kankaria lake drone view

Kankaria Garba: કાંકરિયામાં દિવ્યાંગજનો સાથે ગરબાની રમઝટ

Kankaria Garba: આ ‘કાંકરિયાનો ગરબા’ કાર્યકમમાં દિવ્યાંગ ગરબા અને લાકડી ગરબાએ સૌ કોઈનું આકર્ષણ રહ્યું

આ ગરબાના આયોજનમાં 30 હજારથી વધુ શહેરીજનો ઉપસ્થિત રહ્યા

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 24 ઓક્ટોબર: Kankaria Garba: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયાનો ગરબા’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા ફ્રન્ટ લેક ખાતે પ્રથમવાર આ પ્રકારના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ગરબે રમ્યા હતા.

દિવ્યાંગોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની તક પૂરી પાડવા, તેમનો ઉત્સાહ વધારવા અને સૌને એકસાથે પરંપરાગત ગરબાની ઉજવણીનો આનંદ મળે તે હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘કાંકરિયાનો ગરબા’ કાર્યકમમાં દિવ્યાંગ ગરબા અને લાકડી ગરબાએ સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું. આ ગરબાના આયોજનમાં 30 હજારથી વધુ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ગરબા મહોત્સવમાં (Kankaria Garba) અમદાવાદના મેયર હિતેશ બારોટ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રી દર્શનાબેન વાઘેલા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સંસદસભ્ય હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા,

આ પણ વાંચો:- Moral Education: ઉપદેશ કરતાં આચરણ શ્રેષ્ઠ

ઉપરાંત ડેપ્યુટી મેયર જુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને દંડક અતુલ મિશ્રા તેમજ અન્ય ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને આમંત્રિત મહેમાનો પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.