Gujarat University

Commerce admission: ગુજરાત યુનિવર્સિટી કોમર્સ પ્રવેશ પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે, આ તારીખ સુધીમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરી લેવાનો રહેશે

Commerce admission: યુનિવર્સિટીની એડ્મિશન એજન્સીએ 400થી વધુ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ Commerce admission: ગુજરાત યુનિવર્સિટી કોમર્સ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ માટે સીટ એલોટમેન્ટ કરાયું હતું. જેમાં યુનિવર્સિટીમાંથી આ વર્ષે ડીએફિલિએટ થયેલી એલ.જે. કોમર્સ કોલેજમાં 400થી વધુ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો. તેમજ 75થી વધુ વિદ્યાર્થીને ગર્લ્સ કોલેજમાં પ્રવેશ ફાળવી દેવાયો હતો. જેના પગલે યુનિવર્સિટીને સીટ એલોટમેન્ટ રદ કરવું પડયું હતું

કોમર્સની 40 હજારથી વધુ સીટમાં ગત રોજ બપોરે જાહેર કરાયેલા ઓનલાઇન સીટ એલોટમેન્ટમાં ન્યૂ એલ.જે. કોમર્સ કોલેજ કે જે આ વર્ષે યુનિવર્સિટીથી અલગ થઇને પ્રાઇવેટ એલ.જે.યુનિવર્સિટીમાં ભળી ગઈ છે. તેમ છતાં યુનિવર્સિટીની એડ્મિશન એજન્સીએ 400થી વધુ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો હતો. આ ઉપરાંત 75થી વધુ છોકરાઓને ગર્લ્સ કોલેજમાં પ્રવેશ ફાળવાયો હતો

આ પણ વાંચોઃ Patel father death:ગુજરાતના આ ક્રિકેટરના પિતાનું થયું નિધન, ખેલાડીએ ટ્વિટર પર આપી જાણકારી

આ અંગે વિદ્યાર્થીઓના હોબાળા બાદ યુનિવર્સિટીને તાકીદે એક કલાકમાં એલોટમેન્ટ પાછું ખેંચવું પડયું છે. ત્યારબાદ મોડી રાત્રે ફરીથી 26 હજારથી વધુ વિદ્યાર્થીને નવેસરથી સીટ એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. આ છબરડાને પગલે યુનિવર્સિટીને ફરી એકવાર પ્રવેશ કાર્યક્રમ બદલવો પડયો છે. જે મુજબ હવે વિદ્યાર્થીઓએ 29 સપ્ટેમ્બર સુધી ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે

Whatsapp Join Banner Guj