Aishwarya Rai Pregnant

Aishwarya Rai Pregnant: ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલની આફ્ટર પાર્ટીમાં જોવા મળી, ફેન્સે કહ્યું- પ્રેગ્નન્ટ લાગે છે-જુઓ વાયરલ વીડિયો

Aishwarya Rai Pregnant: ઐશ્વર્યા રાય પાર્ટીમાં પતિ ને દીકરી સાથે એન્ટર થઇ

બોલિવુડ ડેસ્ક, 20 મેઃ Aishwarya Rai Pregnant: કાન ફિલ્મ ફેસ્ટિવલની આફ્ટર પાર્ટીમાં ઐશ્વર્યા પતિ અભિષેક બચ્ચન તથા દીકરી આરાધ્યા સાથે આવી હતી. ઐશ્વર્યા શિમરી પિંક ગાઉન તથા પિંક જેકેટમાં હતી. આરાધ્યાએ રેડ ફ્રોક પહેર્યું હતું અને અભિષેક બ્લેક સૂટમાં હતો.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયને તેના લુકને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. આટલું જ નહીં ઐશ્વર્યાનો પાર્ટીનો એક વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સવાલ કર્યો હતો કે એશ પ્રેગ્નન્ટ છે?

પાર્ટીનો એક ઇનસાઇડ વીડિયો વાઇરલ થયો છે. ઐશ્વર્યા રાય પાર્ટીમાં પતિ ને દીકરી સાથે એન્ટર થાય છે. પાર્ટીમાં તે હોલિવૂડ એક્ટ્રેસ ઈવા લોંગોરિયાને મળે છે. ઈવા એક્ટ્રેસ એશનું સ્વાગત કરે છે અને બંને વાત કરે છે. આ દરમિયાન ઈવાની નજર આરાધ્યા પર પડે છે અને તેને ભેટી પડે છે. ઐશ્વર્યા આ મોમેન્ટ જોઈને સ્માઇલ આપે છે.

આ પણ વાંચોઃ Collective loan disbursement program: બારડોલી ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથોને લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

View this post on Instagram

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ઈવાએ પોતાના ત્રણ વર્ષીય દીકરાને વીડિયો કૉલ કર્યો હતો અને આરાધ્યા સાથે વાત કરાવી હતી. ઐશ્વર્યાએ વીડિયો કૉલ દરમિયાન ત્રણ વર્ષીય દીકરાને હેન્ડસમ કહ્યો હતો. આ દરમિયાન અભિષેક પણ જોવા મળ્યો હતો.

ઐશ્વર્યાની પાર્ટીનો વીડિયો વાઇરલ થતાં જ અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે તે પ્રેગ્નન્ટ છે? ઐશ્વર્યા પાર્ટીમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે તેનાં પેટનો ઉભાર દેખાય છે અને આ જ કારણે યુઝર્સ કન્ફ્યૂઝ થઈ ગયા હતા. અનેક યુઝર્સે કહ્યું હતું કે લાગે છે કે એશ પ્રેગ્નન્ટ છે.

આ પણ વાંચોઃ Brendon McCullum made a big statement: KKRના કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ, આ ખેલાડીઓ માટે આપ્યું મોટું નિવેદન

Gujarati banner 01