Brendon McCullum made a big statement

Brendon McCullum made a big statement: KKRના કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ, આ ખેલાડીઓ માટે આપ્યું મોટું નિવેદન

Brendon McCullum made a big statement: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે અનેક સવાલોના જવાબ આપ્યા. પૂર્વ ન્યૂ ઝીલેન્ડ ના કેપ્ટન ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ જવાના છે, જ્યાં તે બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ ના કોચ બનશે .

સ્પોર્ટ્સ ડેસ્ક, 20 મેઃ Brendon McCullum made a big statement: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે અનેક સવાલોના જવાબ આપ્યા. પૂર્વ ન્યૂ ઝીલેન્ડ ના  કેપ્ટન ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ જવાના  છે, જ્યાં તે બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ ના કોચ બનશે . બ્રેન્ડન મેક્કુલમ છેલ્લા 3 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે સંકળાયેલો હતા .

જોકે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ પોતાના કોચને યાદગાર વિદાય આપી શકી નથી. બુધવારે લખનૌ સુપર જોઈન્ટ્સ (LSG) સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 2 રનથી હારી ગઈ હતી. આ રીતે શ્રેયસ અય્યરની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ CM visits Mansa village: મુખ્યમંત્રી ગાંધીનગર જિલ્લાના વીજળી, પાણી, કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કર્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કોચ તરીકે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં, બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે જે રીતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ લખનૌ સુપર જોઈન્ટ્સ (LSG) સામે રમી, તેને તેના ખેલાડીઓ પર ગર્વ છે. તેણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે આ ટીમ સાથે કોચ તરીકે ઘણો સમય વિતાવ્યો છે. આ દરમિયાન અમારી ટીમ શાનદાર ક્રિકેટ રમી હતી. તેણે કહ્યું કે શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે શાનદાર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો અન્ય સપોર્ટ સ્ટાફ પણ સારો છે. એટલા માટે તેને આશા છે કે આ ટીમ આવનારા સમયમાં વધુ સારું પ્રદર્શન કરશે.

લખનૌ સુપર જોઈન્ટ્સ (LSG) સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 2 રનથી હારી ગઈ. પરંતુ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે રિંકુ સિંહના જોરદાર વખાણ કર્યા હતા. આ મેચમાં રિંકુ સિંહે 15 બોલમાં 40 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે પોતાની ઇનિંગમાં 4 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. મેક્કુલમે કહ્યું કે રિંકુની સફર ઘણી રસપ્રદ રહી છે. છેલ્લા 5 વર્ષથી તેને મેચ રમવાની તક મળી નથી. જ્યારે તેને તક મળી ત્યારે તેણે પોતાની ક્ષમતા બતાવી. મેક્કુલમે વધુમાં કહ્યું કે હવે હું ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કોચ છું. પરંતુ તેમ છતાં હું કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ખેલાડીઓ પર ખાસ નજર રાખીશ.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ IAS officer raided there: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં IAS ઓફિસરને ત્યાં CBIની ટીમ દ્વારા દરોડા           

Gujarati banner 01