Collective loan disbursement program

Collective loan disbursement program: બારડોલી ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથોને લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

Collective loan disbursement program: બારડોલી ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથોને લોન વિતરણ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો 15 જૂથોને કાર્યક્રમમાં  35 લાખની સહાય વિતરણ કરાઈ ધારાસભ્ય ઈશ્વર પરમાર અને  ઝંખના પટેલના હસ્તે સામુહિક લોન વિતરણ

બારડોલી, 20 મેઃ Collective loan disbursement program: સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વસહાય જૂથોને લોન વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય ઈશ્વર પરમાર અને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલના હસ્તે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો..

સુરત જિલ્લાના બારડોલી નગર પાલિકાના ટાઉન હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સ્વસહાય જૂથોને સામુહિક લોન વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 15 જેટલા જૂથો નો આજના કાર્યક્રમ માં સમાવેશ કરાયો હતો. અને 35 લાખનીં સહાય 15 જૂથોને આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Brendon McCullum made a big statement: KKRના કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ, આ ખેલાડીઓ માટે આપ્યું મોટું નિવેદન

દર મહિને જે જૂથો પૈસાની બચત કરે છે એવા જૂથોને 500 જૂથોને માટે પણ પૈસા મંજુર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર અને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલના હસ્તે સહાય રૂપ જૂથો ને સામુહિક લોન  વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સાથો સાથ આશાવર્કરોને મળેલ કામગીરી અને અનુભવો અંગે તેઓએ પણ સારો પ્રતિભાવ આપી સરકારની કાર્યપ્રણાલીના વખાણ કર્યા હતા. 

આ પણ વાંચોઃ CM visits Mansa village: મુખ્યમંત્રી ગાંધીનગર જિલ્લાના વીજળી, પાણી, કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કર્યો

Gujarati banner 01