Shaimi Oza image

75th independence celebration: વતન વતન સદા હસતુ રહે, માં ભારતી તારા ચહેરાનું તેજ સદા સલામત રહે: શૈમી ઓઝા “લફ્ઝ”

વતન વતન સદા હસતુ રહે
માં ભારતી તારા ચહેરાનું તેજ સદા સલામત રહે
આ જાન રહે ન રહે માં
ભારતી તારા પર ઉડી આંચ નહીં આવે..જેમનુ
ચરણો તારા ચરણોમાં સમર્પિત છે માવડી એના ધબકાર સલામત રાખજે માવડી…

જે કેસરિયો રંગ સજાવી
દેશભક્તિ કેરો કસુંબો પી
જે દેશની રક્ષા કાજે શત્રુ ઓની ગોળી છાતીમાં ઉતારે,છતાંય તેમની માતા આગે કુચકદમ શીખવે
ધન્ય છે એમની જનેતાની
દેશભક્તિ…

Rastra dhwaj Tiranga

ન ઢાઢ જૂએ ન તડકો ન જુએ વરસાદ ન દિવસ જુએ ન રાત એવા ઘડવૈયા
નો પાર આઝાદીના દિવસે માનવો જ રહ્યો…

લોકોની સુરક્ષા જેને પોતાની જવાબદારી સમજી છે,એવા પોલીસ
અને આર્મી જવાનોને કોટી કોટી વંદન…

હૈ ભારત માં અમે ધન્ય છીએ કે તારી ભૂમિ પર અમે જન્મ લીધો,તારી ભૂમિ પર અમે પ્રાર્થના ને કર્મ કર્યું માડી તારા આશીર્વાદ તારા ભૂલકા પર રાખજે,દેશની બોર્ડર પર ફરજ બજાવતા ભાઈઓને મારી ઉંમર આપી દેજે માડી….
હું રહું ન રહું માડી ભારતી તારી મુસ્કાન રહેવી જોઇએ,નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ અમે સૌ તારા સંતાનો છીએ,માડી તુ ભ્રષ્ટાચારી,કાળાબજારિયાઓને સદબુદ્ધિ આપજે,
આજના પાવનપર્વ નિમિત્તે
તારી વંદના કરતાં ને શહીદોની ગાથાઓ ગાતા કવિઓ કલમ ન થાકે માડી,પ્રત્યેક દેશવાસીઓને
તુ જાગૃત કરજે,બોર્ડર પર ઉભા રહેલા સિંહો ને તેમના પરિવારોની તુ સદા રક્ષા કરજે….

જય હિન્દ ભારત આર્મી ….જય હિન્દ ભારતવાસી…
✍️શૈમી ઓઝા “લફ્ઝ”

આ પણ વાંચો…Public V/s Government: આ આસુંઓમાં ભરી છે દેશદાઝ !

Whatsapp Join Banner Guj