Banner Puja Patel

Film story effect: સાગર મળ્યો મલ્હારને!

Film story effect: સાગર મળ્યો મલ્હારને!સાગર! એક એવો છોકરો કે જે પોતાની ધૂનમાં રહેવા વાળો! જ્યારથી તેણે મલ્હાર ઠાકરની ફિલ્મ જોઈ હતી, જેનું શિર્ષક હતું ” લવ ની ભવાઈ!” ત્યારથી જ તેને ખુબ ઘેલછા હતી મલ્હાર ઠાકરને મળવાની! મલ્હારનાં તે સાગરરૂપી કિરદારને સાગર એટલું પસંદ કરવાં લાગ્યો કે તેનાં જીવનમાં એક નવું જ સપનું વણાઈ ગયું, અને તે સપનું હતું મલ્હાર ઠાકરને મળવું!
તેને પહેલાં તો બોવ મનમાં લાગ્યું કે,’ એ તો ખુબ મોટો માણસ છે, દેશવિદેશમાં ફરવા વાળો, ગુજરાતી ફિલ્મો કરવાં વાળો, મારી જીવનની કથા અને તેની ફિલ્મમાં બતાવેલ જીવનની વ્યથા એકસરખી હોય તો શું તેની પાછળ ઘેલું થઈ જવાનું?! એ એમનેમ થોડી મળતો હશે?!”

આ બાજુ મલ્હાર ઠાકરને એક નવી ફિલ્મ માટે પ્રમોશન કરવા જવાનું હતું, શેખર -સુમન નાં લગ્ન એટલે કે “લગન સ્પેશિયલ!” તે અવારનવાર કોલેજોમાં, કોઈ શો માં કોઈ, રિસોર્ટમાં બધે જ પોતાનાં ફિલ્મ માટે પ્રમોશન કરવાં તેની ટીમ સાથે જઈ રહ્યો હતો! મલ્હાર ઠાકરને પણ તેનાં ફેન્સને મળવું ખુબ ગમતું હતું, ઉપરાંત તે તેનાં ફેન્સ એટલે કે ચાહનાર લોકો વતી તેમની નાની મોટી ઈચ્છાઓ પૂર્ણ કરી આપતો હતો, સેલ્ફી પડાવવી, ઓટોગ્રાફ આપવા, વિડિયો ઇન્ટરવ્યુ આપવાં બધું જ મલ્હાર માટે સામાન્ય હતું!

પરંતુ લગન સ્પેશિયલનાં પ્રચાર પ્રસાર કરતી વેળા એક વિચિત્ર ઘટના બની! આખી ટીમ મિત્ર ગઢવી, પૂજા જોશી, અને મલ્હાર ઠાકર સૌ કોઈ એક કોલેજમાંથી બહાર નીકળી જ રહ્યાં હતાં કે ત્યાં મલ્હાર ઠાકરને એક ” સાગર ! ઊભો રે !” નામની બૂમ સંભળાઈ! હવે તેણે પાછળ વળીને જોયું! પહેલાં તેણે આ બૂમ સાંભળી પણ તે જ બૂમ બીજા કોઈએ નહોતી સાંભળી!

બીજી બાજુ સાગર એ ગડમથલમાં કે તે મલ્હાર ઠાકરને કદી નહીં મળી શકે ને તેનું સ્વપ્ન કદી સાકાર નહીં થઈ શકે! તે દુઃખી મને ભાગતો જઈ રહ્યો હતો પોતાનાં ગામ તરફ જ્યાંથી તે મહામહેનતે અહીં નજીકની કોલેમાં મલ્હાર ઠાકરના આવવાનાં સમાચારથી તે પોતાની મહેચ્છા સાથે પોતાનો સેલ્ફી લેવા માટે ટફન ગ્લાસ તૂટી ગયેલો મોબાઈલ આને ગુસ્સામાં ફાડીને પુંઠું અલગ કરેલ ડાયરી કે જે તેણે મલ્હાર ઠાકરનો ઓટોગ્રાફ લેવા માટે રાખી હતી તે જ લઈને આવ્યો હતો! હવે તેણે આશા મૂકી દીધી હતી, તેણે સ્વીકારી લીધું હતું કે મલ્હાર ઠાકરને મળવું એ સામાન્ય વાત નથી; તેની માટે તો વી.વી.આઇ.પી. બનવું પડે! તેનાં આંસુથી ફ્રેમલેસ ચશ્માં પણ તેનાં આંસુ કિનારી પર ભેગાં ન કરી શક્યાં!

આ પણ વાંચો:- Bas Ek Tak: ઘણી વાર “બસ એક તક” લોકોનું જીવન બદલી નાખે છે; વાંચો વિશેષ લેખ

મગજ સપનું તૂટયાનાં ઝખમને કારણે કામ નહોતું કરી રહ્યું અને અહીં સાગરે બીજી બૂમ સાંભળી, ” સાગર ભાઈ કયાં જાય છે તું! અરે તારું નામ અને મારો કિરદાર કોઈ આરોહીનો સાગર (વ્હાલમ)બનીને ઘરે આર. જે. વહુ લાવ્યાં બાદ સમગ્ર ગુજરાતમાં ધૂન લગાડીને જે મને પ્રસિદ્ધિ મળી છે, તે હું કેવી રીતે ભૂલું!? હું તો પહેલાં વિચારતો હતો કે કોઈ ઓરિજનલ, આમ સરસ અને સાચું નામ જાણે જન્મથી જ પાડે ને નામ તો, હાં….. હું એવા સાગરને મળવા માંગતો હતો! અરે બોવ મોટી જવાબદારી ભરેલું નામ છે હોં ભાઈ, યાદ રાખજે, નામ સારું પણ છે ને મારું ગમતું પણ!” ને સાગરનાં હરખનો પાર ન રહ્યો! તેની સાથે મલ્હાર ઠાકરે લગભગ કલ્લાક જેટલો સમય ગાળ્યો અને ખુબ હસીમજાક ભરેલી વાતો કરી! સાગરને સાગર સાથે મળ્યાનો એક અનેરો અનુભવ હતો આ! (આ લેખ લેખકના પોતાના અભિપ્રાય પર આધારિત છે।)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *