Sukavya banner

Hare Krishna: હું ક્રિષ્ન બનવા રડતી તી, કરી ધારણ વેશ ક્રિષ્નનો..

Hare Krishna: ભૂતકાળમાં ડોકિંયુ કરું તો,

સ્મરણ થાય છે. કે,

ધૂળમાં રમવાની ઉંમરમાં

હું ક્રિષ્ન બનવા રડતી તી,

કરી ધારણ વેશ ક્રિષ્નનો,

નગર આંખુ ફરતી તી,

ખખડાવી દરવાજા રણછોડનાં,

હું દર્શન માટે લડતી તી,

વર્તમાન જીવતા વિચાર આવ્યો,

Sukavya 1

હું મીરાં બની જીવતી તી,

ભૂલી ભૂતકાળ પૂનર્હ્જન્મ,

હું ફરી ક્રિષ્ન તરફ વળી તી,

વિચારું આ માયાનું ચક્કર,

હું કર્મનો સિદ્ધાંત જીવતી તી

ક્રિષ્ન ને મળવાં હું કરું બંધ આંખો,

શ્વાસે શ્વાસે રટણ એનું કરતી તી,

ઉંમર હતી કાચી એક સમય,

જ્યાં હું પોતે ક્રિષ્ન બનતી તી…

હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, Hare Krishna

હરે રામ હરે રામ, રામ રામ હરે હરે॥

જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાં!

હરે કૃષ્ણ (Hare Krishna)

આ પણ વાંચો:- ERP System in Gujarat: ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ERP સિસ્ટમનું અસરકારક અમલીકરણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *