Urvashi prajapati image 600x337 1

Lalo: ટૂંકી વાર્તા…લાલો

નાનકડી અંધારી ઓરડીમાં અડધાં ઉઘાડાં શરીરે ખૂણામાં બેસીને લાલો(Lalo) રડી રહ્યો હતો.

કારણકે એણે જીદ પકડી હતી કાનુડા જેવી મુરલીની.
ને માંડ ગુજરાન ચલાવતી વિધવા ગરીબ મા જેણે નામનાં કપડાં પહેર્યા હતાં. એણે પુત્રની જીદથી કંટાળી એને ઢોર માર માર્યો.
અને ઓરડીની બહાર નીકળી ગઈ.

લાલો રડતાં રડતાં સૂઈ ગયો.

સાંજે જ્યારે એ ઉઠ્યો ત્યારે બાજુમાં એક સુંદર મુરલી પડી હતી.
એણે ખુશ થઈને માતાની સામે જોયું અને આવડે એવી મુરલી વગાડવા લાગ્યો.

ત્યારે પસ્તાવાનાં આંસુ સાથે મા ને મુરલી વગાડતાં લાલામાં સાક્ષાત્ કાનુડો દેખાયો.
ને જજૅરિત દિવાલ પર લટકતાં યશોદા-કાનુડાનાં ફોટોની જેમ લાલો(Lalo) દોડીને મા નાં ખોળામાં બેસી ગયો.

આ પણ વાંચોઃ Year Ender 2021: આ વર્ષની સૌથી મોટી ઘટનાઓ, જે દરેક કોઈને રહેશે યાદ

Whatsapp Join Banner Guj