tamannah bhatia

Summons To Tamannaah Bhatia: મહારાષ્ટ્ર સાયબર સેલે તમન્ના ભાટિયાને સમન્સ મોકલ્યું, જાણો શું છે સમગ્ર મામલો?

Summons To Tamannaah Bhatia:અભિનેતા સંજય દત્ત બાદ હવે તમન્ના ભાટિયાનું નામ પણ ગેરકાયદે IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં સામેલ થઈ ગયું

whatsapp banner

બોલિવુડ ડેસ્ક, 25 એપ્રિલઃ Summons To Tamannaah Bhatia: બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા સંજય દત્ત બાદ હવે તમન્ના ભાટિયાનું નામ પણ ગેરકાયદે IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં સામેલ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે તમન્નાને સમન્સ મોકલ્યું છે.

મળતી માહિતા મુજબ આ મામલે અભિનેત્રીને મહારાષ્ટ્ર સાયબર બ્રાન્ચ દ્વારા 29 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. જ્યાં તેને આ મામલે પ્રશ્નો પૂછવામાં આવશે. આ મામલે તમન્નાની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો:- Pakistani Cricketer Retired: આ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટરે ઈન્ટરનેશનલ કરિયરને કહ્યું અલવિદા, દીકરી સાથેના ફોટા પર લખી ઇમોશનલ પોસ્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર, ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સંબંધિત મામલામાં તમન્નાની પૂછપરછ કરવામાં આવશે, જેના કારણે વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. એવું માનવામાં આવે છે કે તેને સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યો છે. પૂછપરછ દરમિયાન, અભિનેત્રીને પૂછવામાં આવશે કે ફેરપ્લે માટે તેનો કોણે સંપર્ક કર્યો હતો અને તેના માટે તેને કેટલા પૈસા આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તમન્ના ભાટિયાએ ફેરપ્લેનું પ્રમોશન કર્યું હતું.

ANIએ પોતાના ટ્વીટ દ્વારા આ જાણકારી દરેક સાથે શેર કરી છે. જો કે, આ કેસમાં માત્ર તમન્નાનું નામ સામેલ નથી, પરંતુ તેના પહેલા સંજય દત્તને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જેના પર સંજય દત્તે કહ્યું કે તે હાલમાં મુંબઈમાં હાજર નથી, જેના કારણે તે આપેલી તારીખે હાજર થઈ શકશે નહીં. સંજય દત્તે નિવેદન નોંધવા માટે બીજી તારીખ અને સમયની માંગણી કરી છે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો