ambaji temple

Ambaji prasad fake news: અંબાજી ધામ માં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા સમાચાર માત્ર અફવા

Ambaji prasad fake news: અંબાજી ધામ માં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાત નો આદેશ કરવામાં આવ્યો નથી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 માર્ચ:
Ambaji prasad fake news: યાત્રિકો નો ઘસારો પણ અંબાજી મંદિર માં ઓછો……પ્રસાદ ના હજારો પેકેટ સ્ટોક માં પડ્યા છે ત્યારે હાલ આ પ્રસાદ નો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું

શક્તિપીઠ અંબાજી ધામ માં માં અંબે ના મંદિર માં વહેંચાતો મોહનથાળ ના પ્રસાદ બદલે અન્ય પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા શરુ કરવામાં આવનારી કેટલાક માધ્યમોમાં હિલચાલ, પણ મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા કોઈજ આદેશ નહી……

યાત્રાધામ અંબાજી મંદિર પરિષર માં 50 વર્ષ ઉપરાંત થી માં અંબે ને મોહનથાળ નો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થા માં મુકવામાં આવેલો છે ને હાલમાં પણ આ મોહનથાળ નો પ્રસાદ વિવિધ કેટેગરી ના બોક્સ પેકીંગ માં યાત્રિકો ને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે જે દૂરદરાજ થી આવતા યાત્રિકો હોસે હોસે માં અંબા ને ધરાયેલા મોહનથાળ નો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

મોહનથાળ ની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળ ની બનાવટ માં સ્વાદ નો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષો થી એક જ સ્વાદ માં શુદ્ધતા ની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળ નો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે ને

મોહનથાળનો પ્રસાદ એક આસ્થા નો ભાગ બની ગયું છે

આ મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમો ના અહેવાલ ના પગલે યાત્રિકો માં પણ નારાજગી પ્રવર્તી રહી છે ને અંબાજી મંદિર માં વહેંચાતો મોહનથાળ નો પ્રસાદ અંબાજી મંદિર ની એક ઓળખ સમાન બની ગયું છે જેને નાના બાળકો થી લઈ વૃધો સહીત ના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે જે મોહનથાળ એક આસ્થા નો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળ નો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે

Ambaji prasad fake news

જોકે હાલ તબક્કે આ પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે પણ મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાત નો આદેશ કરવામાં આવ્યો નથી ને હમણાં યાત્રિકો નો ઘસારો પણ અંબાજી મંદિર માં ઓછો હોવાથી પ્રસાદ ના હજારો પેકેટ સ્ટોક માં પડ્યા છે ત્યારે હાલ આ પ્રસાદ નો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું છે ને આ પ્રસાદ ના સ્ટોક પૂર્ણ થયા બાદ ઉપલા અધિકારીઓ નો જે રીતે આદેશ મળશે તે રીતે આગળ ની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું છે

અંબાજી મંદિર માં વહેંચાતો મોહનથાળ નો પ્રસાદ અંબાજી મંદિર ની એક ઓળખ સમાન.

આ પણ વાંચો:-New train service between Asarwa and Kota: અસારવા અને કોટા વચ્ચે દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ નવી રેલ સેવા નો પ્રારંભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો