shaimee oza part 16

Urja na jivan (part-16)ઉર્જાના જીવનમાં આવેલો ઝંઝાવાત…

Urja na jivan (part-16) પ્રકરણ:16.ઉર્જાના જીવનમાં આવેલો ઝંઝાવાત ભાગ:2

    Urja na jivan (part-16): ઉર્જા અને અંજનાબહેન એકબીજાને ભેટીને ખુબ પોકમૂકી રડ્યા.
અંજનાબહેન અને ઉર્જા ઘરે પહોંચ્યા.આંસુથી ભિંજાયેલા લથબથ ચહેરાને જોઈ,”સંજનાથી ન રહેવાયું,તેનાથી જિજ્ઞાસાવશ પુછાઈ ગયું”
મમ્મી…ભાભી…શું વાત છે,તું ને ભાભી કેમ કંઈ બોલતા નથી,કંઈક તો બોલો અમને જણાવશો તો કંઈક ખબર પડશે.મને કોઈ જણાવશો કે શું થયું છે તે.”
અંજનાબહેન નહીં પણ જવાબ આંસુઓને હિબકાતો ચહેરો આપી રહ્યો હતો.ભાભી તમે તો કહો શું થયું છે તે દિકરીની વાતમાં હામી ભરતા પિતા ભયભીત પિતાએ કહ્યું”
એ…તમે કહેશો તો કંઈક અમને ખબર પડશે ને કંઈક તો બોલો શું થયું છે તે…”
         
         ચાલતી બોલાચાલીમાં એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો,સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા.

અંજનાબહેન પરિવાર કોઈ સભ્યોની વાતનો ઉત્તર આપે એ પહેલાં એમ્બ્યુલન્સ આવી પહોંચી.સ્ટ્રેચરમાં પ્રણયની લાશ લઈને તેમના બંગલા પર આવી ગઈ.આ જોઈ સંજના તો બેહોંશ જ થઈ ગયેલી.પરિવારના સભ્યો રોકકળ ચાલુ થઈ ગઈ.જુવાન દિકરાનુ અકાળે અવસાન જોઈ પરિવારના સૌ સભ્યો ભાંગી પડેલા

      “એ દિકરા તારી મમ્મી તને બોલાવે છે,ઉઠ…તો…જો સંજના પણ તને બોલાવે છે…મમ્મીથી નારાજ છે?બેટા…આટલી નારાજગી ઠીક નથી…”આટલું કહીને અંજનબહેન રડી પડ્યા.

        અંજનાબહેનને આમ રડતા જોઈ ઉર્જા પણ પોતાની જાતને રોકી ન શકી.

      એ…ઉઠો….તો…આવી…
બાલિશ હરકત,તમને ન શોભે,
મમ્મીને આમ રડાવાય,તમે તો કેવા દિકરા છો….મને સમજાતું નથી!!આપણે તો આખી જીંદગી સાથે વિતાવવાની હતી…અને…તમે…મને આમ,છોડી ચાલ્યા જાવ એતો યોગ્ય નથી ને….ચાલો…
હવે…બહુ થઈ ગઈ…તમારી મસ્તી…ચાલો હવે ઉભા થાવ,જોવો સંજના બિમાર છે,એને…આમ વધુ હેરાન કરવી યોગ્ય નથી…ચાલો ઉઠો હવે…મજાકની પણ હવે હદ હોય પ્રણય…”આટલું કહેતાની સાથે ઉર્જા રડી પડી.ઉર્જા પ્રણયની લાશને ઢંઢોળી રહી હતી,તે આજે શાનભાન ભૂલી બેઠી હતી.

       અંજનાબહેન વહૂ હકીકતથી અવગત કરાવતા કહે”દિકરા હું સમજું છું,પણ હવે પ્રણય ક્યારેય નહીં ઉઠે…આ તારેય હકીકત સમજવાની છે,જો તુ જ હારી જઈશ,તો અમને અને પરિવાર ને કોણ સંભાળશે…ચાલ દિકરા તું મજબૂત થઈ જા…”
મારી દિકરી રડ નહીં છાની રહી જા બેટા,અંજનાબહેનના વાક્યોમાં દર્દ સાફ વંચાઈ રહ્યું હતું,સાથે ગ્લાનિ પણ હવે,શું થઈ શકે…??સાસુ અને વહૂ એકબીજાને હૈયાધારણ આપી રહ્યા હતા.

     દિકરાના અગ્નિ સંસ્કાર અને અંતિમવિધિ માટે તૈયારીઓ ચાલી રહી હતી.ઉર્જાએ છેલ્લીવાર પ્રણયના ચરણસ્પર્શ કરી વિદાય આપી.ઉર્જા રડી રડી બેહાલ થઈ ગયેલી.
           પ્રણયને અગ્નિદાહ આપી ઘરે આવ્યા.
પારિતોષભાઈ જૂવાન દિકરાનું મોત જોઈ મનથી ભાંગી પડ્યા.
        “જવાની ઉંમર તો મારી હતી,મારા દિકરાની નહીં,આમ દિકરા માતા પિતાને નોધારા  કરીને જવું શું યોગ્ય છે…ચાલ બેટા હવે બહુ થયું જો તારી બહેનની તબિયત તો જો,તારી મમ્મી પણ જો…તારી પત્ની ઉર્જા જે તને પ્રાણથીય વધુ પ્રિય હતી એનો પણ તે વિચાર ન કર્યો કે એને શું વિતશે…
બેટા આટલો બધો સ્વાર્થ સારો નહીં…”આટલું કહી પ્રણયની તસ્વીર સામે રડી રહ્યા હતા, પારિતોષભાઈનો નાદ અચાનક ફાટી ગયો,તેઓ કોમામાં સરી ગયા.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.પરંતુ સમય સંજોગવશ પારિતોષભાઈ બચી ગયા.

        દિલીપભાઈ અને બીનાબહેનને આ સમાચાર સાંભળી જાણે હૈયું જ બેસી ગયું,પોતાની દિકરીનો ભરજુવાનીમાં રંડાપો જોઈ તેમના ઉપર આભ ફાટી ગયું.
દાદી ગોદાવરી પણ આક્રંદ કરે ન થાકતા,પરંતુ આ કુદરતનો ન્યાય હતો ગમે કે ન ગમે સ્વીકાર તો કરવો જ રહ્યો.બીનાબહેને ઉર્જાને  પ્રેમપૂર્વક કહ્યું”,હું સમજું છું,તારી હાલત પણ દિકરી તારે મજબૂત થયે જ છૂટકો છે….તુ જ કહે મને…!!!”

       ઉર્જાની ખુશી અને સપનાંઓ પ્રણયની ચિતા સાથે બળીને ખાખ થઈ ગયાં.ઉર્જા હવે સાવ બદલાઈ ગયેલી.

પ્રણયના બેસણાની વિધિ પુરી ગઈ.સમાજના સૌ લોકો આ વિધિમાં સામેલ થઈ,
હવે પ્રણયને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા હતા,ને ઉર્જાને બિચારી,દયામણી,લાચાર,નિ:સહાય,હોવાનું જતાવી રહ્યા હતા.
           જોતજોતા બાર દિવસ વીતી ગયા,હવે બારમાની વિધીની તૈયારી ચાલી રહી હતી.ઘરમાં જે કોઈ આવે ત્યારે રોકકળ ચાલતી રહેતી.તેની સંજનાથી આ સહન શક્તિ બહારનું થઈ ગયું.તેને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી.સંજનાની તબિયતની વધુને વધુ ખરાબ થતી ગઈ,આ જોઈ સૌ પરિવારવાળા ચિંતિત હતા…

       સંજનાને સ્ટ્રેસથી બચાવવા મામાને ત્યાં થોડા દિવસ મોકલી દેવામાં આવી.

આ પણ વાંચો…Intajaar part-1 ઇન્તજાર ભાગ-1માં વાંચો રીના ઘણા વર્ષો પછી એટલી ખુશ કેમ હતી….

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *