Indian Air Force join to rescue Indians trapped in Ukraine

Indian Air Force join to rescue Indians trapped in Ukraine:યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા હવે ઈન્ડિયન એરફોર્સ પણ ઓપરેશનમાં જોડાશે- વાંચો વિગત

Indian Air Force join to rescue Indians trapped in Ukraine: વાયુસેનાન સી-17 વિમાનોને આ ઓપરેશનમાં જોડવામાં આવે તેવી શક્યતા છે અને તેઓ આજથી જ ઉડાન ભરી શકે છે

નવી દિલ્હી, 01 માર્ચઃ Indian Air Force join to rescue Indians trapped in Ukraine: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ભારત પાછા લાવવા માટે હવે ભારતીય વાયુસેના એક્શનમાં આવી ચુકી છે. મોદી સરકારે હવે વાયુસેનાને પણ ઓપરેશન ગંગામાં જોડાવા માટે આદેશ આપ્યો છે.

અત્યાર સુધી એર ઈન્ડિયા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ હતુ.પણ ભારતીય વાયુસેનાના વિમાનોને તેમાં જોડવાના કારણે રેસ્કયુ ઓપરેશન ઝઢપી બનશે.ઉપરાંત ભારત દ્વારા રાહત સામગ્રી મોકલવાની કામગીરી પણ ઝડપ પકડશે.

વાયુસેનાન સી-17 વિમાનોને આ ઓપરેશનમાં જોડવામાં આવે તેવી શક્યતા છે અને તેઓ આજથી જ ઉડાન ભરી શકે છે.

આ પણ વાંચોઃ 7 essential tasks this month: આધાર-પાન લિંક અને બેંક અકાઉન્ટ KYC સહિત આ મહિને પતાવી લો આ 7 જરૂરી કામ, નહીં તો થશે નુકસાન

યુક્રેનમાં દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી હોવાથી સરકાર માટે ભારતીયોને પાછા ઝડપથી લાવવા જરુરી બની ગયુ છે.વાયુસેનાના સી-17 વિમાન તેમાં મોટો રોલ ભજવી શકે તેમ છે.

જોકે આ પહેલા પણ ભારતીય વાયુસેના આ પ્રકારની સ્થિતિમાં કામ કરી ચુકી છે.અફઘાનિસ્તાનમાં પણ તાલિબાનના કબ્જા વચ્ચે વાયુસેના ભારતીયોને પાછી લાવશે.

Gujarati banner 01