Urja part 20

Urja part-20: ઉર્જાના નવા જીવનનો પ્રારંભ….

Urja part-20: પ્રકરણ:20.ઉર્જાના નવા જીવનનો પ્રારંભ….
     

     Urja part-20:  મનમાં તો ઉર્જાથી કહેવાયા વગર ન રહેવાયું”મમ્મી હું તો વગર અપરાધે પીલાઈ રહી છું એનું શું,હવે પછતાવો કરવાનો શો અર્થ?
વધુ વિચાર કરી પોતાની જાતને દુઃખી કરવાનો કોઈ અર્થ નથી.ઉર્જાને આંખ અચાનક લાગી ગઈ,ખબર જ ન રહી કે ક્યારે સવાર થઈ.
          અતિશય રડવાના કારણે ઉર્જાને અર્ધબેહોશ  અવસ્થામાં જોઈ અંજના બહેને આખાય ઘરમાં રડારોડ કરી નાંખી. અંજના બહેનનો અવાજ સાંભળી,આજુબાજુના સભ્યો એકઠા થયા.

અંજનાબહેન પોતાની દિકરી સમાન પુત્રવધૂને આમ જોઈ ચિંતીત થઈ ગયા.ડોક્ટરને ફોન કર્યો,ડોક્ટરે તપાસ કરીને કહ્યું”ચિંતા જેવું નથી આ દવા લખી આપી છે, ટાઈમસર આપી દેજો.પણ એક વાતનુ ધ્યાન રહે તેમની આસપાસ  તનાવમુક્ત માહોલ ન સર્જાય,નહીં તો આ ગંભીર બિમારીનો ભોગ બનશે.જેમાંથી તેમનું બહાર આવવું પણ મુશ્કેલ બની જશે.”તેનું ખાસ ધ્યાન રાખજો.

અંજનાબહેન ડોક્ટરને ઘરની બહાર મૂકવા માટે જાય છે.ઉર્જાને ભૂતકાળમાંથી બહાર નિકળાવામાં  અંજનાબહેનનો મહત્વનો ફાળો હોય છે.મનથી ભાગી પડેલી ઉર્જાને પ્રેમ હુંફ આપી.તેને તેમને ક્યારેય પિયરનો ઓરતો નથી આવવા દીધો.ઉર્જા હવે પ્રણયના અકાળે થયેલા અવસાનના આઘાતમાંથી બહાર આવી પોતાના જાતને સ્વસ્થ કરે એ પહેલાં જ ઉર્જા ઉપર બોસનો અચાનક ફોન આવ્યો સર ચિંતામાં હતા”

બોસે ઉર્જાને કહ્યું”મીસીસ ઉર્જા ક્યાં છો ન કંઈ સમાચાર તમારા,અમને જાણવા મળ્યું,બેન અમને ખુબ દુઃખ થયું,તમારા માટે સહાનુભૂતિ છે,એ એક બાજુ અને કામ પણ એકબાજુ અમે પરંતુ તમને આ જોબમાંથી ડિસમિસ એ છીએ,એમને ઉપરથી ઓર્ડર આવ્યો છે,બહેન અમે સમજી શકીએ તમારા મનની હાલત પરંતુ કંઈ કરી શકીએ,તેમ નથી શક્ય હોય તો અમને માફ કરી દેજો,બહેન.”ગુડબાય…”

આટલું કહી ફોન કટ કરી નાંખ્યો,

     ચહેરા પર બેચેની છવાયેલી હતી.અંજનાબહેન મનોમન સમજી ગયેલા પરંતુ,ઉર્જાને પુછીને દુઃખી કરવા નો’હતા માંગતાં.
     
    પરંતુ ઉર્જાએ દુઃખ અનુભવવાની જગ્યાએ આ બાબત સકારાત્મક લીધી.ઉર્જાએ નિરાશ થવાની જગ્યાએ પોતાના પ્રયત્ન ચાલુ રાખ્યા.ઉર્જાને સાસુમા અંજનાબહેનનું ખુબ સમર્થન મળ્યું.ઉર્જાએ પોતાની જાતને મજબૂત બનાવવા માંડી,તેને કોઈ બિચારી,બાપડી,પતિ,વિનાની નિરાધાર કહી હમદર્દી જતાવવાનો કોઈ ઢોગ કરે એ એને બિલકુલ નો ગમતું.ઉર્જાએ હવે વિતિ વાતો એકબાજુ રાખી જીવનની નવી કહાનીનો આરંભ કર્યો.

       હવે ઉર્જા ઘરના કામ બાદ ફૂરસદના સમયને રડવા કૂટવામાં વેડફવાની જગ્યાએ પોતાના સમયનો સદુપયોગ કરવા માટે ઘરે બેસીને કરી શકાય તેવા કામની શોધ ચાલુ કરી બહુ તપાસ બાદ,ઉર્જાએ ઓનલાઈન પ્રોડક્ટ માર્કેટીંગનું કામ ચાલું કર્યું,સાથે સાથે તે બહાર પણ ઈન્ટર્વ્યુ આપવા લાગી,ઉર્જા n.g.oની કાર્યકર્તાના ઈન્ટર્વ્યુ માટે ગઈ,તેની બોડી લેન્ગવેજ,અને તેની કામ પ્રત્યેની હોશિયારી જોઈને એનું સિલેક્શન થયું,તે હવે n.g.oની કાર્યકર્તા તરીકે તેને બીજા દિવસે સિલેક્શન લેટર પણ આવી ગયો,ઉર્જા આત્મવિશ્વાસ અને પુરા જુસ્સાથી તે ઓફિસમાં
ગઈ,પહેલા દિવસે ઉર્જાને સૌ સભ્યોએ તેનું ખુબ સ્વાગત કર્યું કામ કેવી રીતે કરવું તેની સમજ આપી.ઉર્જાની મહેનત,આવડત અને મિલનસાર સ્વભાવ કારણે સૌ લોકો સાથે સારી રીતે હળીમળી ગઈ.


        હવે ધીરે ધીરે ઉર્જાનું વ્યક્તિત્વ ખીલી રહ્યું હતું.ઉર્જાનું કામ જોઈ સૌ લોકો પ્રભાવિત થયા.એન.જી.ઓ.ના હેડ સાથે પણ ઉર્જાના સબંધો પરિવાર જેવા જ બની ગયા. એન.જી.ઓ.ના હેડ રામપ્રસાદ આચાર્ય ઉર્જાના ઘરે આવતા જતા રહેતા.
ઉર્જાએ આઘાત દિલમાં દબાવી,પોતાની જાતને કામમા વાળી દીધી.

      ઉર્જાને નવા નવા પ્રોજેક્ટ મળતા રહ્યા. અંજનાબહેન અને પારિજાતભાઈ માટે ઉર્જાનું આવેલું આ નવું પરિવર્તન સમજણ બહારનું હતું.પણ તેમની ઉર્જાનું કામમાં પરોવાઈ રહેવું તેમને પ્રસન્નતા આપી રહ્યું હતું.
પણ દિકરી સમાન પુત્ર વધુ ઉર્જાની પ્રગતિ જોઈ પારિજાતભાઈ ગર્વ મહેસુસ કરતાં હતા.
          
રવિવારનો સમય હતો,તેને ઓફિસમાં રજા હોવાથી સોમવારે પ્રેઝન્ટેશન આપવાનું વર્ક તે તૈયાર કરી રહી હતી.અંજનાબહેન તેના રુમનો દરવાજો ખટખટાવતા કહે”બેટા ઉર્જા શું હું અંદર આવી શકું?”
ઉર્જા એના રૂમમાં કામમા ડૂબેલી હોવાથી કહે “મમ્મી આવો ને તમારે થોડું કંઈ પૂછવાનું હોય?”

બસ થોડું જ કામ બાકી છે.ઉર્જાએ પોતાનું કામ એકબાજુ મૂકયુ ત્યારે જ અંજનાબહેન કહે “ચાલુ રાખ બેટા તારું કામ ને લે આ દૂધ પી લે જેથી તાકાત મળે…તને…ચાલ કોઈ બ્હાનુ તારું નહીં ચાલે.”

ઉર્જા કહે પણ મમ્મી… તમે…ઉર્જાને બોલતા અહીં જ અટકાવી દે છે”કે બસ…દિકરા તુ ચાલ દુધ પી લે…તારુ હું કંઈ જ નહીં સાંભળવુ.”
ઉર્જા તેની સાસુમા અંજનાબહેનની વિનંતીને વશ થઈને કહે”હા…મમ્મી હું પી લઉ બસ…આટલુ કહી ઉર્જા દૂધ પી ગઈ પાછી કામ પર લાગી ગઈ.ફટાફટ પ્રેઝન્ટેશન પુરી કરી સાસુમાને ઘરકામમાં મદદ કરવા લાગી ગઈ.

રસોડામાં કામ પરવારી ઉર્જાને વધુને વધુ સાસુ સસરા જોડે ટાઈમ વિતાવતી.જેથી સાસુ સસરાને ક્યારે એકલા હોવાનો અહેસાસ ન થાય.ઉર્જામાં તેમને દિકરી સંજનાની છબી દેખાતી હતી.જે મેડિકલનુ ભણવા હોસ્ટેલ ગઈ હતી.

આજે એકસાથે સૌ જમવા બેઠા એ જોઈ પારિજાતભાઈને મનથી હાશ થઈ.પરંતુ કાયમ માટે આ દુનિયાને અલવિદા કહી ચાલ્યો ગયેલો દિકરો પ્રણય અને પરિવારથી અભ્યાસઅર્થે પરિવારથી દૂર રહેતી સંજનાની યાદ તમને રડવા મજબૂર કરે તે પહેલાં જ ઉર્જા સાસુ સસરાની દિકરી બની સેવા તો કરતી એમની આંખમાં અાંસુ ક્યારે પ્રણય અને સંજનાના કારણે આસુ ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ જ ન થવા દેતી.

      અંજનાબહેન અને પારિજાતભાઈ હોનહાર,સંસ્કારી અને સુશીલ વહૂ મેળવીને પોતાની જાતને ખુબ ભાગ્યશાળી માનતા.

કેટલાક દિવસ પછી ઉર્જાને આમ મજબૂત જોઈ હતી.મનોમન હરખ નો’ હતો સમાતો.દિકરી ઉર્જા ઉપર તેઓને ગર્વ થતો હતો.અંજનાબહેન ઉર્જાને ઓવારણાં લેતાં ન થાકતા.
કાલનો સોમવાર ઉર્જાના જીવનને અલગ રાહ જો દેખાડવાનો હતો.


     કાલનો દિવસ કેવો રહેશે એની એને સતત ચિંતા સતાવતી રહેતી,પણ સવારે વહેલાં ઉઠવાનુ હોવાથી આંખ તો એની મિંચાઈ ગઈ.ફોનનું અલાર્મ સેટ કરી,ફોનને પોતાના કાન આગળ રાખી સુઈ
ગઈ.સવારના પાંચ વાગ્યા હતા.સોમવારનો દિવસ હતો.ફોનનું એલાર્મ રણક્યુ.
      
તે વહેલા ઉઠી નાહી ધોઈને ઘરનુ કામ કરી,સૌ સભ્યો માટે ચા નાસ્તો તૈયાર કરી,ઉર્જા સાસુ સસરાના ચરણ સ્પર્શ કરી ઓફિસ તરફ ચાલી નિકળી,ઉર્જાના જીવનને અલગ રાહ જો દેખાડવાનો હતો.

વધુમાં હવે આગળ….પ્રકરણ:21

આ પણ વાંચો..Intjaar part-5: રીના કહે; હાલ તું મારા સાસુ ,સસરાને એવું કંઈ ન કહેતી, તું ફક્ત એવું જ કહેજે કે..

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *