Urja novel part 21

Urja part-21: ઉર્જાના નવા જીવનનો પ્રારંભ

પ્રકરણ: 21.(Urja part-21) ઉર્જાના નવા જીવનનો પ્રારંભ ભાગ 2.

Urja part-21: ઉર્જા કાર લઈ ઓફિસ તરફ ચાલી,આજે તે વહેલા પહોંચી ગયેલી,ત્યાં તે પોતાના કામમાં રહી ગયેલી ભુલ સુધારવા બેસી ગઈ,ફરી એકવાર ઝીણવટભરી ચકાસણી કરી,કેમકે તે ચોકસાઈમાં વધુ માનતી હતી.બધુ જ બરાબર જોઇ તેના મનને થોડી રાહત થઇ.
     
     હવે ઉર્જાનું મજબૂત ખોવાયેલું મનોબળ,અને આત્મવિશ્વાસ હવે ચહેરા પર છલકાઈ રહ્યો હતો.સર સમયના પાક્કા હતા.
ઉર્જાને જોઈ સર તો અવ્વાક બની ગયા.ઓહ ઉર્જા આટલા વહેલા આવી ગયા,બધું ઠીક તો છે,ને…?”

ઉર્જા ચહેરાપરની ચિંતા છૂપાવી હસવાનો ડોળ કરતાં કહે”હા…હા…સર…ઠીક… છે,બધું…”

ઓકે….ઓફિસમાં મળીએ,તમારુ કામ ચાલુ રાખો…આટલુ કહી બોસ કેબિન તરફ ચાલ્યા ગયા.સૌ સ્ટાફ મેમ્બર આવી ગયાં, એકબીજાને અભિવાદન કરી પોતાનું પ્રેઝન્ટેશન ચેક કરવા લાગી ગયેલા,ઉર્જાના કામથી પ્રભાવિત થઈને સરે ઉર્જાને સંચાલન આપ્યું હતું.ઉર્જા માટે આ પહેલો પ્રોજેક્ટ હતો.બોસ અને સ્ટાફ મેમ્બરના વિશ્વાસ,
એન.જી.ઓ.ની ઈમેજને લોકોના દિલમાં જાળવી રાખવાની હતી.સૌની નજર ઉર્જા પર ટકેલી હતી.ઉર્જાના ચહેરા પર ચિંતા સાફ વંચાતી હતી,સરના વિશ્વાસ પર તે ઉંડી ઉતરી શકશે કે કેમ મનમાં અનેક સવાલો થતાં હતાં, સવાલોના વંટોળ વચ્ચે પણ પોતાની જાતને અડગ રાખી.

       ઉર્જા સહીત સૌ સ્ટાર્ફ સભ્યો જેની રાહ જોઈ બેઠા હતા,આખરે બહારથી ઈન્સપેક્શન આવી જ ગયું.રામ પ્રસાદ આચાર્યે સૌ પ્રથમ ઈન્સપેક્શનમા આવેલા અધિકારીઓનો પરિચય કરાવ્યો.સ્ટાર્ફ મેમ્બરનો સરે પરિચય કરાવ્યો.વર્ષ દરમિયાન થયેલી કામગીરી,અનાથ બાળકો,વૃદ્ધાશ્રમમાં છોડી દેવામાં આવેલા વૃદ્ધો,બેરા મુંગા,અપંગ,મંદબુદ્ધિના બાળકો,વિધવા મહિલાઓને આર્થિક સહાયની સાથે જરૂરીયાતની વસ્તુ પહોંચાડવી.

સરકારી કચેરીમાં જઈને એન.જી.ઓ.માટે લાવવામાં આવેલી લોનનો
શેમા ઉપયોગ કર્યો તે હિસાબ રાખતો વાર્ષિક અહેવાલ બનાવવો વર્ષ દરમ્યાન એન.જી.ઓ.દ્વારા કરવામાં આવેલ કામગીરીને ઉંડાણપુર્વક વર્ણવવાની હતી,
એન.જી.ઓ ની ભૂમિકા શું રહેશે,લોકોની જરૂરિયાત શું છે,બાબત નોંધી તે મુજબ જનહીત માટે આવકનો કેમ ઉપયોગ કરવો,તેનું હિસાબપત્ર રજુ કરવું,આ સંચાલન ઉર્જાને આપવામાં આવ્યું.ઉર્જાની બોલવાની છટા અને સમજાવવાની પધ્ધતિથી અધિકારીઓ મોં મા આંગળી નાંખતા થઈ ગયા.સ્મૃતિના અવાજમાં આત્મવિશ્વાસ અને ચહેરે જુસ્સો છલકાઈ રહ્યો હતો.

“કેવું પડે બહેન તમારી પ્રેઝન્ટેશન તો ખુબ કાબિલેદાદ હતી,પરંતુ તમારા એન.જી.ઓ.ની કામગીરી એનાથી વધુ નોંધપાત્ર છે,તમારી સમજાવવાની પધ્ધતિ પણ અમને ખુબ પસંદ આવી, ઉર્જા સરની વાતનો પ્રત્યુત્તર આપતા કહે”સર આ તારીફની હકદાર હું એકલી નથી મારી આ આખીય ટીમ છે,જેને વિશ્વાસ રાખી મને સંચાલન આપ્યું એ સરનો વિશ્વાસ અને સ્ટાર્ફમિત્રોનો પ્રેમ અને સહકાર છે.


       તમારા સૌની મહેનત રંગ લાવી છે.તમારી એન.જી.ઓ.ઉતરોતર સફળતાની સીડીઓ સર કરતી રહે,તેવી શુભકામનાઓ” ઉપરી અધિકારીઓના મૂખે આવા મધુર વચનો સાંભળી આટલું સાંભળી બોસ રામપ્રસાદ આચાર્ય ભાવવિભોર થઈ ગયા.વધુ મા ઉપરી હેડ કહે હું આટલાથી ખુશ નથી મારે હજી આનાથી ઉપર વેરી એક્સિલન્ટ્’સ કેટેગરીનું કામ ઈચ્છુ છું માટે તમારે મહેનત તો આમ જ રાખવી પડશે,અને હા બીજી વાત “તમે સૌએ પુરી ઈમાનદારીથી નિભાવી છે,તમારા લોકોની મહેનત વગર આ અશક્ય છે.આ તમતમારા એન.જી.ઓ.
ને અમારા તરફથી પણ દોઢલાખનો ચેક આપીએ છીએ.”મારે તમને હું ઈચ્છું છું કે તમારુ સન્માન થવું જોઈએ,એ માટે કાર્યક્રમનું આયોજન કરવાનું છે.તે નક્કી કરી અમે તમને જાણ કરશું આટલું કહીને અધિકારીઓ ચાલી ગયા.રામપ્રસાદ આચાર્ય સર તેમને ગેટ સુધી બહાર છોડવા ગયા.
અધિકારીના ગયા પછી સૌ સ્ટાર્ફમિત્રોએ એકબીજાને અભિનંદન પાઠવ્યું,સૌ સાંભળો… સાંભળો…સાંભળો…આ અવાજે સૌનું ધ્યાન ખેંચ્યુ.

આજે એન.જી.ઓ.ના હેડ આજે એન.જી.ઓ.ના હેડ
પોતાની વાત રજૂ કરતાં કહે આજે અગત્યની વાત કરવી છે,આજે તમે સૌએ
સરસ પોતાની ફરજ બજાવી છે,તમારા કામથી હું ખૂબ ખુશ છું, આજે આપ સૌને મારા તરફથી પાર્ટી.સૌ કોઈ અહીં નાસ્તો કરીને જ જાય.”સૌ સ્ટાર્ફ મિત્રોના ઉત્સાહમાં બમણો વધારો થયો.સૌ ઉર્જાને ઝંઝોળતા કહે એ…ય…ઉર્જા તું ક્યાં ખોવાઈ ગઈ,ઉર્જા:”ના ક્યાંય પણ નહિ,”સૌ સ્ટાર્ફ મિત્રો:”તો તુ રડે છે કેમ?અમને કહે શું થયું?”ઉર્જા:મનની વાત વાળતા કહે”કંઈ નહીં બસ ખુશીના આંસુ”ઉર્જા  પ્રણયને યાદ કરતી હતી.પણ કુદરતનો ન્યાય માન્ય રાખવો જ રહ્યો


સાંજ પડી,સૌ પોતાનું કામ પુરુ કરી ઘર તરફ ગયા. ઉર્જાના ચહેરા પર ખુશી છવાયેલી જોઈ અંજનાબહેન સમજી ગયા.પણ તેઓ ઉર્જાના મોંઢે સાંભળવા માંગતા હતાં,ઉર્જા સાસુમાના ચરણ સ્પર્શ કરતાં કહે “મમ્મી આજે હું ખૂબ ખુશ છું,”કઈ વાતમાં ખુશ છે?
મમ્મી આજે અમારે પ્રેઝન્ટેશન હતું”બહુ સારું રહ્યું, અને વધુ કહું તો અમારા એન્જીઓના ઉપરી અધિકારીઓ અમારું સૌનું સન્માન પણ કરશે…”
        આ સાંભળી અંજનાબહેન ખુશ થઈ ગયા,વાહ દિકરી આમ જ તું આગળ વધતી રહે,તારી દરેક ઈચ્છા ઈશ્વર પુરી કરે.”ઘરમાં મચેલી ચહેલ પહેલે ઓફીસથી ઘરે આવનાર પારિતોષભાઈનું ધ્યાન ખેચ્યુ ઓહ….અમને તો બતાવો.
વધુમાં  પારિતોષભાઈ કહે”ભાઈ… અમારે પણ જાણવું આ ચહેલ પહેલનું કારણ ઉર્જા સસરાને જોઈ પોતાના રુમમાં ચાલી ગઈ તે પોતાના સસરાની ખુબ મર્યાદા રાખતી હતી.

અંજનાબહેન હરખમા કહે”સાભળીને તમને પણ આપણી બીજી દિકરી ઉર્જા પર ગર્વ થવા લાગશે.આશ્ચર્ય સાથે પારિતોષ ભાઈ કહે”ઓહ…એવું તે શું કર્યું મને વિગતમાં જણાવો સંજુના મમ્મી”

અરે….સંજુના પપ્પા તમે બહુ ઉતાવળા હાથ પગ મોઢું ધોઈ આવો,તમારી ચા તૈયાર છે.ફટાફટ ડાઈનિંગ ટેબલ પર આવો.આટલું કહી અંજનાબહેન તો હરખાઈ ગયાં.

પારિતોષભાઈ:આ…લ્યો….બસ….હવે કહો…ઉર્જા દિકરીએ આપણા કુળનું ગૌરવ વધાર્યું છે,એ જ્યાં કામ કરે પેલું શું કહેવાય બળ્યું”એન.જી… પર હતું કંઈ હતું એન.જી.ઓ.બોલો કામમાં ને કામમાં ભૂલાઈ જવાય છે.આટલું કહીને અંજનાબહેન છોભીલા પડ્યા,પણ પારિતોષ ભાઈ કહે થોડા આકરા થઈ કહે,શું કહેવા માગે છે,શું એન.જી.ઓ.વિશે? એન.જી.ઓ.વિશે તું શું જાણે છે, એક જરૂરિયાત મંદલોકો માટે કામ કરતી સંસ્થા છે,એમાં શું ઉર્જાવહુ ની સંસ્થામા ઈન્સપેક્શન આવેલું,ત્યાં આપણી દિકરીએ એટલી સરસ રીતે સરને પ્રેઝન્ટેશન આપ્યું કે ઈન્સેક્શન કરનાર ઉપરી અધિકારીઓ ખુબ ખુશ થઈ ગયા અને એન.જી.ઓ.ના સૌ કાર્યકરોને સન્માનિત કરવામાં આવશે એમાં આપણી દિકરી ઉર્જા પણ છે.

ચાલતી વાતમાં પ્રશ્ન કરતાં પારિતોષભાઈ કહે….
ઓ….હ…..શું વધુ કરો સંજુના મમ્મી આ ખુશખબરી સાભળી હૈયું હરખાઈ ગયું ઘણા દિવસ પછી આપણી દિકરી ઉર્જાને ખુશ જોઈ છે, આપણે એને જે ખોયુ છે એતો આપણે નહીં આપી શકીએ પણ એ આમ ઉતરોતર પ્રગતિ કરતી રહે અને પોતાની નામના વધારે એ તો આપણે કરી શકીએ ને…

વધુમાં હવે આગળ…પ્રકરણ: 22

આ પણ વાંચો..Intjaar part-6 રીના હવે અમેરિકા જવા માટે તૈયાર થઈ જાય છે એના સાસુ….

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *