Mask girl

Mask Free: મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યના લોકોને પણ માસ્ક પહેરવાથી મળી મુક્તિ- વાંચો વિગત

Mask Free: અગાઉ રાજ્યમાં જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા પર 500 રૂ. નો દંડ હતો

નવી દિલ્હી, 03 એપ્રિલઃ Mask Free: કોરોના વાયરસના કેસમાં ઘટાડાને કારણે લોકોને ઘણી રાહત મળી છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં કોરોના નિયમોમાં ઢીલ આપવામાં આવી રહી છે. ત્યારે હવે મહારાષ્ટ્ર બાદ હરિયાણામાં પણ માસ્ક પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ રાજ્યમાં જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા પર 500 રૂ. નો દંડ હતો. 

બીજી તરફ DDMAએ પણ દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા પર દંડ ન વસૂલવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા પર 500 રૂ. નો દંડ હતો. DDMAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દંડ પાછો ખેંચી લેવાનો અર્થ એ નથી કે લોકો માસ્ક પહેરવાનું બંધ કરી દે, કોરોનાના નિયમોનું પાલન કરવું જોઈએ. 

આ પણ વાંચોઃ Cruise drug case witness prabhakar died: મુંબઈના ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી એવા પ્રભાકર સૈલનું મોત, વાંચો વિગત

જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ખાનગી વાહનોમાં માસ્ક ન પહેરવા બદલ દંડ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સિવાય મહારાષ્ટ્ર સરકારે પણ 2 એપ્રિલથી તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. આમાં માસ્કની અનિવાર્યતાને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં કોરોના સબંધી બધા પ્રતિબંધો હટાવી દીધા છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ભીડવાળા જાહેર સ્થળોએ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sri Lanka declares 36-hour lockdown: શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉનનું એલાન- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.