Urja novel part 25

Urja part-25: સંજના અને ઉર્જાના વણસી ગયેલાં સંબંધો…..

Urja part-25 પ્રકરણ:25: સંજના અને ઉર્જાના વણસી ગયેલાં સંબંધો…..

Urja part-25: અંજનાબહેન અને ઉર્જાએ મનભરી ખુબ વાતો કરી.યાદગાર પળોને યાદ કરતાં ન થાકે,અંજનાબહેન અને ઉર્જા સાસુવહુ કરતાં સહેલીઓ વધુ ભાસ થતી હતી.આ વિઘ્ન સાસુમા અને ઉર્જાને વધુ ને વધુ નજીક લાવી રહ્યા હતા.

સંજનાને આ ખટકતુ હતું.તે કંઈ બોલી શકતી નહીં એટલે મનમાં ને મનમાં બબડતી રહેતી.
  પણ તેને આજે મનથી નક્કી કર્યું કે,કંઈ પણ થાય ઉર્જાને તો આ ઘરમાંથી કઢાવીને જ રહેશે.ચાહે મારે કોઈપણ હદે કેમ ન ઉતરવું પડે.મનમાં સંજનાથી ગુસ્સામાં બોલાઈ જાય છે.”બહુ થયું ભાભી હવે….તમારો જવાનો સમય આવી ગયો,બહુ તમે છવાઈ ગયાં હવે હું તમારું એક નહીં ચાલવા દઉ….સમજ્યા…”


      મનમાં બબડતી સંજનાને અંજનાબહેન બોલા વતા કહે”અરે…દિકરા સંજના….તને થઈ શું ગયું છે,જ્યારથી હોસ્ટેલમાંથી ઘરે આવી છે,ત્યારથી ઉખડી ઉખડી લાગે છે,ગુમસુમ રહે છે.ન કોઈની જોડે સરખી રીતે બોલવું….આ શું છે બેટા મને તારી ચિંતા છે,તારી મમ્મી હોવાની નાતે પુછું છું.શું છુપાવે છે મારાથી દિકરા સાચે સાચુ કહેજે તને મારા સમ છે…”સંજના અને અંજનાબહેન વાતો કરી જ રહ્યા હતા ત્યાં ઉર્જા આવી ગઈ.સંજનાથી કહ્યા વગર ન  રહેવાયું….
“એ…સંજુ દિકરા તે કંઈ કહ્યું;”


       સંજના કહે નહીં તો મમ્મી….મને કેમ એવું સંભળાયુ કે તું કંઈક બોલી અંજનાબહેન જાતે જ પોતાની શંકાનું નિવારણ કરતાં કહે જા….વા….દે….દિકરા…..મારો જ કંઈક વહેમ હશે….તું મન લગાવી ભણ,હું નીચે જાવ તાર ભાભીને રસોડામાં મદદ કરવા,આટલું કહીને અંજનાબહેન રસોડામાં જાય છે.ઉર્જા વિચારોમાંના ચક્રવ્યૂહમા સપડાયેલી હતી,અંજનાબહેન ખોખારો ખાતા કહે,”કેવું રહ્યુ આજનું કામ….”
ઉર્જા સાસુમાને પ્રેમથી ભેટી કહે મમ્મી આપના આશીર્વાદથી સારુ રહ્યું,મમ્મી તમને એક વાત કહેવી છે,તે વાત કહેવા જ જાય છે,ત્યાં તો સંજના આવી જાય છે.”
           સંજનાને શક પડે છે,તે આકરી થઈ કહે,ભાભી શું કહેતા હતા અને હું આવી એટલે તમારી બોબડી કેમ બંધ થઈ ગઈ.

એ….ય…..સંજના મોઢું સંભાળીને બોલ….નાના મોટાની મર્યાદા કેમ ભુલી જાય છે,એ તારી ભાભી છે….આવી રીતે વાત કરાય…? થોડું તો માન મર્યાદા જાળવ….આટલું કહી અંજનાબહેન આકરા થઈ જાય છે,તમને તો બહુ મજા આવતી હશે મમ્મીને મારા વિરુદ્ધ કરી…..મારી મમ્મીની બહુ ખરાબ આદત છે,કોઈપણ પર વિશ્વાસ કરી લે છે….”એટલે તમે આ વાતનો ખુબ સરસ લાભ ઉઠાવી રહ્યા છો….આ વાક્યોથી સંજનાના દિલમાં રહેલી ઉર્જા પ્રત્યેની ઇર્ષા છલકાઈ રહી હતી….

ઉર્જા કંઈ પોતાનો પૂરાવો આપે એ પહેલાં”અંજનાબહેન ઈશારાથી શાંતિ જાળવવા કહે છે,ચાલ તું ફ્રેશ થઈ જા… નીચે ડાઈનીંગ ટેબલ પર સૌ તારી રાહ જુએ છે.”
ઉર્જા અને અંજનાબહેન ટેબલ પર જમવાનું ગોઠવે છે.”પરિવારમા એક નિયમ હતો કે સૌએ જાતે જ જમવાનું લેવું જોઈએ એટલું જ લેવું બગાડ કરવો નહીં.”સૌ સભ્યો જમવાનું પતાવી પોતપોતાના રુમમાં ચાલી ગયા.

  અંજનાબહેન એકાતે વિચારોના વમળમાં અટવાયેલા હતાં સંજનાની મનોદશા જોઈને ચિંતામા ડૂબેલા હતા.પારિતોષભાઈ પ્રેમથી પૂછે,”સંજનાના મમ્મી ક્યાં ખોવાઈ ગયા તમે….”
અંજનાબહેન પ્રેમથી પ્રત્યુત્તર આપતાં કહે”ક્યાંય પણ નહીં…”
પારિતોષભાઈ પ્રેમથી કહે તમારો ચહેરો ચિંતા મને વંચાવે છે,હવે મારાથી કંઈ ન છૂપાવો…કહો જોઈએ શું થયું….???તે….”

       સંજનાના પપ્પા મને સંજનાની ચિંતા થાય છે,શું થઈ ગયું છે તે સમજાતું નથી.ઉર્જા દિકરીને વાતે વાતે અપમાનિત કરે જાય છે,પણ જ્યારે ભણવાની વાત કરીએ ત્યારે તે વાત ટાળી દે છે,અને આકરી થઈ જાય છે…..

      ” હા….” પારિતોષભાઈ વાતમાં હામી ભરતાં કહે”હા….સંજુના મમ્મી હું પણ તમને આજ પુછવાનો હતો કે શું વાત છે?સવારે આપણે બેઉ પૂછશું…કાલે ઓફિસમાં અગત્યની મીટીંગ છે….ચાલો  હું સુઈ જાવ….ગુડનાઈટ…
“અંજનાબહેન વ્યાકુળ અવાજે કહે “ગુડનાઈટ”

          ઉર્જા સવારે વહેલા ઉઠી નિત્યક્રમ મુજબ ભગવાનનો પુજાપાઠ પૂરો કરી રસોડામાં કામે લાગી ગઈ,ચા નાસ્તો બનાવી ઓફીસ જવા તૈયાર થઇ સાસુ સસરાના આશીર્વાદ લઈ,તે ઓફીસ જવા નિકળી ત્યાંતો અંજનાબહેને બૂમ મારી”એ….ઉર્જા બેટા તે બધું પેક કર્યું કંઈ છૂટી જતું હોય તો યાદ કરીને લઈ જજે..આટલું કહી અંજનાબહેન ઉર્જાને દરવાજા સુધી મૂકવા આવ્યા. ઉર્જા ઓફિસે ગઈ,ગરીબ બાળકોને શિક્ષણ મા કરવો પડતો સામનો

અંજનાબહેન તેમની દિકરી સંજનાને પ્રેમથી પૂછે”મને એ કહે તારે હોસ્ટેલ ક્યારે જવાનું છે??”
હું તને કેટલા દિવસથી નોટિસ કરી રહી છું તું ભણવાની આવે એટલે તું આકરી થઈ જાય છે, શું છુપાવે છે કે….મને…..એવો તે શું ખેલ કરી આવી છો બોલ…જવાબ આપ અંજનાબહેનનો હાથ ઉપડી જાય છે.સંજના રિસાઈ પોતાના રૂમમાં ચાલી જાય છે,સંજનાને મમ્મીનું આવુ બદલાતું વર્તન જોઈ દુઃખ થાય છે,પણ તેને ઉર્જા માટે ભારોભાર નફરત થઈ જાય છે.તેના મગજ પર ઈર્ષ્યા એટલી હાવી થઈ જાય છે કે તે સાચા ખોટાનુ ભાન ભુલી જાય છે.અંજનાબહેન પોતાની દિકરીને સદમાર્ગે લાવવા પ્રયાસ તો કરે છે,પણ નિષ્ફળ નિવડે છે.

તેઓને આ બાબત સતત મનમાં ખુચ્યા કરે છે કે તેઓની પરવરિશમા ક્યા કમી હતી,આ વાતથી તેઓ સતત પોતાની જાતને કોસતા કરતાં,”પોતે બાળકને જન્મ તો આપ્યો,તેની જરુરિયાત તો પુરી બધી જ કરી પણ માણસ થઈ માણસની કદર કરતાં ન શીખવી શક્યા.મારી સંજના એજ છે કે જે ભાભી ભાભી કરીને મોઢુ ન સુકાતુ હવે એજ મા તુલ્ય ભાભી માટે અચાનક તિરસ્કાર…મારી દિકરીને હું કેવી રીતે સમજાવું કે તુ જે કરી રહી છે એ અયોગ્ય છે બેટા….જેમ બને તેમ તું બહાર આવ….. નહિ તો બહું મોડું થઈ જશે.

પછી પશ્ચાતાપ સિવાય કંઈ જ હાથ નહીં આવે….પણ સંજના સાંભળવા તૈયાર જ નોહતી,કહેવાય છે કે “વિનાશકાળે વિપરીત બુદ્ધિ….”એમ સંજનાના પણ કંઈ એવા જ હાલ હતાં,પણ અંજનાબહેને પણ હાથમાં હાથધરી બેસે એવા નોહતા એમને પણ મનોમન ઠાની લીધું કે કંઈ પણ થાય સંજનાને તો તે લાઈન પર લાવીને જ રહેશે.પણ મમતાનો પડદો તેમના આ નિર્ણયમા તેમને કમજોર પાડતો હતો.

અંજનાબહેન પોતાની દિકરીની મનોદશા જાણે અજાણે અવગણી મોટી ભૂલ કરી રહ્યા હતા.આનું પરિણામ ખુબ માઠું આવવાનું હતું. હવે આપણે આગળના ભાગમાં મળીએ ઈર્ષા અને મહેનતની,પ્રેમ અને નફરતની લડાઈમાં કોણ જીતે છે.એ હવે આપણે જોઈએ ભાગ નંબર 26મા…

નવા ભાગમાં નવી ઉર્જા સાથે મળીએ આપ સૌને મારા હર હર મહાદેવ……

આ પણ વાંચો..Gujarat 62th foundation day: ગુજરાત સ્થાપના દિવસના અવસરે એક નજર નાખીયે ગુજરાતનાં ગૌરવવંતા ઇતિહાસ પર વૈભવી જોશીની કલમે…

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *