Aamir trolled for firecracker AD

Aamir khan controversy: ફરી આમિર ખાન વિવાદોમાં સપડાયો, આ વાત પર થઇ રહ્યો છે અભિનેતાનો વિરોધ- વાંચો શું છે મામલો?

Aamir khan controversy: સીટ ટાયર કંપનીના સીઈઓને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને આ જાહેરાતને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે અને આ પ્રકારની જાહેરાતો થી સમાજમાં નેગેટિવ ઈફેક્ટ ઉભી થાય છે

બોલિવુડ ડેસ્ક, 23 ઓક્ટોબરઃ Aamir khan controversy: વિવાદોમાં રહેવા માટે જાણીતા બોલિવૂડના અભિનેતા આમિર ખાન દ્વારા સડક પર ફટાકડા નહીં ફોડવા અંગેની અપીલ કરતી એક જાહેરાત કરવામાં આવી રહી છે અને તે એકાએક આ બાબતે વિવાદમાં સપડાઇ ગયો છે.

કર્ણાટકના ભાજપના સંસદ સભ્ય સહિતના કેટલાક નેતાઓ દ્વારા આમિર ખાનની આ અપીલની સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો છે અને એમ કહેવામાં આવ્યું છે કે આમિર ખાનની આવી જાહેરાતથી હિન્દુઓની લાગણી ઘવાય છે.

સીટ ટાયર કંપનીના સીઈઓને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને આ જાહેરાતને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે અને આ પ્રકારની જાહેરાતો થી સમાજમાં નેગેટિવ ઈફેક્ટ ઉભી થાય છે તેમ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Reliance result: સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પરિણામો જાહેર, રિલાયંસના પ્રોફિટમા 43 ટકાનો ભારે ઉછાળો, જાણો કુલ કમાણી

ભાજપના સાંસદ સભ્ય દ્વારા આમિર ખાનને એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જ્યારે દેશમાં અલગ અલગ સ્થળો પર જાહેરમાં સડક પર નમાજ અદા કરવામાં આવે છે ત્યારે પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય છે તો તેનું શું ?

આ જાહેરાતને પગલે સોશિયલ મીડિયા પર પણ અમીરખાન મોટા પ્રમાણમાં ટીકા નું નિશાન બની રહ્યો છે અને આ પ્રકારની જાહેરાતો થી હિન્દુઓની લાગણી ઘવાઈ રહી છે એવી દલીલ કરવામાં આવી છે અને આ જાહેરાતનો ભરપૂર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમિર ખાન વારંવાર અલગ અલગ મુદ્દા પર વિવાદમાં સપડાતો રહ્યો છે અને નવી જાહેરાતથી ફરિવાર તેની સામે દેશભરમાંથી વિરોધનો વંટોળ અને રોષ જાગૃત થયો છે.

Whatsapp Join Banner Guj