ANUSHKA SHARMA

Anushka comeback: અનુષ્કા શર્મા આ ક્રિકેટરની બાયોપિકથી રૂપેરી પડદે પાછી ફરશે- વાંચો વિગત

Anushka comeback: ઝૂલન ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ૩૩૩ વિકેટ વાળી દુનિયાની પહેલી એકમાત્ર મહિલા ખેલાડી છે

બોલિવુડ ડેસ્ક, 13 જુલાઇઃ Anushka comeback: અનુષ્કા શર્મા રૂપેરી પડદે છેલ્લે ૨૦૧૮માં ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. ત્યારથી અભિનેત્રી સિલ્વર સ્ક્રિનથી ગાયબ થઇ ગઇ છે. જોકે હવે તે પાછી જલદી જોવા મળે તેવી શક્યતા છે.

રિપોર્ટસના અનુસાર અનુષ્કા શર્મા(Anushka comeback)એ પોતાની આગામી ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વાની બાયોપિકમાં જોવા મળવાની છે. આ ફિલ્મની ઘોષણા ગયા વરસે જ કરવામાં આવી હતી. ઝૂલન ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ૩૩૩ વિકેટ વાળી દુનિયાની પહેલી એકમાત્ર મહિલા ખેલાડી છે. 

 થોડા સમય પહેલા અનુષ્કાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં તે ભારતીય મહિલા ક્રિકેટરના ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીર કોલકાતાના ઇડન ગાર્ડનની હતી. જોકે આ પછી આ ફિલ્મ બાબત કોઇ જાણકારી મળી નહોતી. 

લાંબા સમયથી આ ફિલ્મના કોઇ અપડેટ ન આવવાથી આ ફિલ્મ બંધ થઇ ગયાની લોકોની અટકળ હતી. પરંતુ હવે તાજી માહિતી અનુસાર ફિલ્મ(Anushka comeback)ની સ્ક્રિપ્ટ લખાઇ રહી છે અને ફિલ્મ બંધ થઇ નથી. ફિલ્મનું શૂટિંગઆ વરસના અંતમાં અથવા તો આવતા વરસના શરૂઆતમાં શરૂ થાય તેવી શક્યતા છે.

Anushka comeback

આ પણ વાંચોઃ kareena 2nd baby name: કરીનાના બીજા દીકરાનું નામ થયું જાહેર- વાંચો શું રાખ્યું છે નામ ?