E0l2NJXWYAMvQJ7

સોશિયલ મીડિયા પર રામાયણના ‘રાવણ’ અરવિંદ ત્રિવેદી(arvind trivedi)ના નિધનની ખબર વાયરલ થતા,’લક્ષ્મણે’ સુનીલ લહેરીએ જણાવી હકીકત- વાંચો સંપૂર્ણ વિગત

મનોરંજન ડેસ્ક, 05 મેઃ હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, આ કોરાના કહેરની વચ્ચે ઘણા જાણીતા કલાકારોના નિધનના સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ રામાનંદ સાગરની રામાયણના રાવણના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં અભિનેતા અરવિંદ ત્રિવેદી(arvind trivedi)નો ફોટો મૂકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જો કે આ વાત માત્ર અફવા છે જેમાં કંઇ જ સત્ય નથી. અરવિંદ ત્રિવેદી સ્વસ્થ્ય છે.

arvind trivedi

રામાયણ સિરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનિલ લહેરીએ અરવિંદ ત્રિવેદીના નિધનની વાતને અફવા ગણાવી છે. એટલુ જ નહીં આ અફવાઓ પર રોક લગાવવા સુનિલે પોતાના સોશિયલ એકાઉન્ટ પર અરવિંદ ત્રિવેદી(arvind trivedi) સાથે ફોટો અપલોડ કર્યો છે.

અભિનેતાએ ફોટો અપલોડ કરવાની સાથે લખ્યું છે કે, આજકાલ કોરોનાના કારણે ખરાબ સમાચાર જ સાંભળવા મળે છે. ઉપરાંત અરવિંદ ત્રિવેદીજી(રાવણ)ના નિધનની ખોટી ખબરો…જે લોકો આવી ખોટી ખબરો ફેલાવી રહ્યા છે તે લોકોને પ્રાર્થના કે આવી ખબરો ન ફેલાઓ. અરવિંદજી(arvind trivedi) ઇશ્વરની કૃપાથી એકદમ ઠીક છે, હું ભગવાનને પ્રાર્થના કરુ છું તેમને તે સ્વસ્થ્ય રાખે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

ગુજરાત કોગ્રેસ(gujarat congress) નેતાઓએ સીએમ રુપાણીને આવેદન પત્ર આપીને કરી આરોગ્ય સારવાર અંગે સુવિધાની માંગણી- વાંચો આવેદન પત્ર

ADVT Dental Titanium