Aryan khan case update

Aryan khan case update: આર્યન ખાનની સાથે 2 સેલેબ કિડ અરેસ્ટ, 7 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદે કેસ લડશે

Aryan khan case update: ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં NCBએ આર્યન ખાનની 5 ઓક્ટોબર સુધીની કસ્ટડી માગી છે

બોલિવુડ ડેસ્ક, 03 ઓક્ટોબરઃAryan khan case update: મુંબઈથી ગોવા જતાં લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. NCBની ટીમે તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં NCBએ આર્યન ખાનની 5 ઓક્ટોબર સુધીની કસ્ટડી માગી છે. NCBની ટીમે આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામીચાની પણ ધરપકડ કરી છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે છે.

ત્રણેય પાસેથી ડ્રગ્સ ને 1.33 લાખ રૂપિયા મળ્યા
આર્યન, અરબાઝ તથા મુનમુન પાસેથી 13 ગ્રામ કોકેન, 3 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, MDMAની 22 ગોળીઓ તથા 1.33 લાખ રૂપિયા મળ્યા છે. ડ્રગ પેડલરની પણ પૂછપરછ કરી હતી.

આર્યન સામે આ કલમ લગાવવામાં આવી
આર્યન વિરુદ્ધ કલમ 8 (C), 20 (B), 27 તથા 35 લગાવવામાં આવી છે. આર્યને ડ્રગ્સ ખરીદવાનો ઇનકાર કર્યો છે. જોકે, NCBએ આર્યન પર ડ્રગ્સ લેવાનો આરોપ મૂક્યો છે. આર્યન તથા અરબાઝ મર્ચન્ટની સામેસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે.

આર્યન ખાનના લેન્સના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવ્યું છે. NCBને ક્રૂઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે.

આ પણ વાંચોઃ kabul mosque blast: અફઘાનિસ્તાનના કાબુલમાં મસ્જિદના ગેટ પર ભારે બોમ્બ બ્લાસ્ટ બાદ ફાયરિંગ, અનેકના થયા મોત

આ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે

1. મુનમુન ધમેચા 2. નુપૂર સારિકા 3. ઈસમીત સિંહ 4. મોહક જસવાલ 5. વિક્રાંત છોકર 6. ગોમિત ચોપરા 7. આર્યન ખાન 8. અરબાઝ મર્ચન્ટ

NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આર્યન ખાનની પૂછપરછની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં આર્યન ખાન પણ સામેલ છે.

આર્યને શું કહ્યું?
આર્યને પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના નામે પાર્ટીમાં લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. વધુમાં આર્યને કહ્યું હતું કે તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. તેને ગેસ્ટ તરીકે પાર્ટીમાં બોલાવ્યો હતો.

ક્રૂઝની અંદર ચાલતી પાર્ટીનો વીડિયો પણ NCBને મળ્યો છે અને આ વીડિયોમાં આર્યન ખાન જોવા મળે છે. આર્યને વ્હાઇટ ટી શર્ટ, બ્લૂ જીન્સ, રેડ ઓપન શર્ટ તથા કેપ પહેરી હતી. સૂત્રોના મતે, લોકો પાસેથી પેપર રોલ મળ્યા છે.

આર્યનનો ફોન જપ્ત
NCBએ આર્યનનો ફોન જપ્ત કરી લીધો છે. ફોનમાંથી ચેટ્સ શોધવામાં આવશે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે. તે તમામના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.

બે વકીલો NCBની ઓફિસમાં
શાહરુખ ખાને દીકરાને બચાવવા માટે 2 વકીલો NCBની ઓફિસ મોકલ્યા છે. હાલમાં બંને વકીલો ઓફિસમાં છે.

શરૂઆતમાં ત્રણ યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી હતી
દિલ્હીથી આવેલી ત્રણ યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેય યુવતીઓ દિલ્હીના બિઝનેસમેનની દીકરીઓ છે.

ડ્રગ્સ પાર્ટીમાં RTPCR કોડવર્ડનો ઉપયોગ થતો હતો
NCBએ કહ્યું હતું કે પાર્ટીમાં એન્ટ્રી માટે કોરોના ટેસ્ટિંગ સાથે જોડાયેલા ટેસ્ટ RTPCRનો કોડવર્ડ તરીકે ઉપયોગ થતો હતો.

આ પણ વાંચોઃ Ghanshyam nayak died: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ‘નટુકાકા’ ઉર્ફ ઘનશ્યામ નાયકનું નિધન!

સુનીલ શેટ્ટીએ નિવેદન આપ્યું
સુનીલ શેટ્ટીએ ડ્રગ્સ પાર્ટી કેસ પર નિવેદન આપ્યું છે. એક્ટરે કહ્યું હતું કે જ્યારે પણ દરોડા પડે છે ત્યારે અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવે છે. આપણે પહેલેથી જ એવું માનીને ચાલીએ છીએ કે કોઈ પણ બાળકે ડ્રગ્સ લીધું જ હશે. હજી તપાસ ચાલુ છે. તે બાળકને થોડો સમય તો આપો.

દિલ્હી હેડ ક્વાર્ટરથી આ આખા કેસ પર નજર રાખવામાં આવી રહી છે. NCBના અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં કાયદાકીય તપાસ ચાલુ છે અને આ કેસમાં જે પણ જોડાયેલા છે, તે તમામ વિરુદ્ધ ફરિયાદ થશે.

Whatsapp Join Banner Guj