Big boss OTT

Big boss OTT: બિગ બોસમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કિસ કરી, જુઓ વીડિયો

Big boss OTT: આ નવી સિઝનમાં બે ફિમેલ કન્ટેસ્ટન્ટ્સ નેહા ભસીન અને રિદ્ધિમા પંડિતે બધાની સામે કિસ કરી દેતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

મનોરંજન ડેસ્ક, 14 ઓગષ્ટઃ Big boss OTT: વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ આ વખતે નવા રંગ રૂપમાં દર્શકોની સામે આવ્યો છે. આ શોને હોસ્ટ કરનાર અને ફિલ્મ મેકર કરણ જોહરે શો ઓનએર થયા પહેલા જ એવો દાવો કર્યો હતો કે તેમનો શો ‘બિગ બોસ OTT’ ઓવર ધ ટોપ હશે. હજી માત્ર એક અઠવાડિયું થયું છે અને કરણનો દાવો સાચો પડી રહ્યો છે. અત્યાર સુધી આ શોમાં ઘણા સેલેબ્સની જોડીયો બની ગઈ છે તેમજ હવે આ નવી સિઝનમાં બે ફિમેલ કન્ટેસ્ટન્ટ્સ નેહા ભસીન અને રિદ્ધિમા પંડિતે બધાની સામે કિસ કરી દેતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

શોના પ્રથમ સપ્તાબમાં કન્ટેસ્ટેન્ટને બે ટીમોમાં વેચવામાં આવ્યા. એક ટીમ પ્રતીક સહજપાલની અને બીજી ટીમ રાકેશ બાપટની. પ્રતીકની ટીમમાં અક્ષરા સિંહ, નિશાંત ભટ્ટ, રિદ્ધિમા પંડિત અને કરણ નાથ છે. પ્રતીક સહજપાલની ટીમમાં નેહા ભસીન, મિલિંદ ગાબા, જીશાન ખાન, દિવ્યા અગ્રવાલ અને શમિતા શેટ્ટી છે

નોંધનીય છે કે, વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ આ વખતે નવા રંગ રૂપમાં દર્શકોની સામે આવ્યો છે. આ શોને હોસ્ટ કરનાર અને ફિલ્મ મેકર કરણ જોહરે શો ઓનએર થયા પહેલા જ એવો દાવો કર્યો હતો કે તેમનો શો ‘બિગ બોસ OTT’ ઓવર ધ ટોપ હશે. હજી માત્ર એક અઠવાડિયું થયું છે અને કરણનો દાવો સાચો પડી રહ્યો છે. અત્યાર સુધી આ શોમાં ઘણા સેલેબ્સની જોડીયો બની ગઈ છે તેમજ હવે આ નવી સિઝનમાં બે ફિમેલ કન્ટેસ્ટન્ટ્સ નેહા ભસીન અને રિદ્ધિમા પંડિતે બધાની સામે કિસ કરી દેતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Rhea kapoor wedding: આજે અનિલ કપૂરની નાની દીકરી રિયા 13 વર્ષથી ડેટ કરી રહેલા બોયફ્રેન્ડ સાથે કરી રહી છે લગ્ન…!

આ સમયે ઘરમાં આગામી બોસ લેડી અને બોસ મેન શોધવા માટે ટાસ્ક ચાલી રહ્યો છે. આપવામાં આવેલા ટાસ્કમાં દરેક ટીમમાંથી કન્ટેસ્ટેન્ટને સ્ટેચ્યૂ બનીને ઉભુ રહેવાનું હતું અને બીજી ટીમના સભ્યોએ તેનું ધ્યાન ભટકાવવાનું હતું. પહેલા ટાસ્કમાં પ્રતીક સહજપાલની ટીમ રાકેશ બાપટની ટીમ પર ભારે પડી રહી છે. આ દરમિયાન અભિનેત્રી રિદ્ધિમા પંડિત સ્ટેચ્યૂ બનીને ઉભી રહે છે. સિંગર નેહા ભસીન તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે અને તે રિદ્ધિમા ભસીનને કિસ કરે છે.

Whatsapp Join Banner Guj