Salary hike of bank employees

Salary hike of bank employees: બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો કર્યો વધારો

Salary hike of bank employees: સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 2021 માટે વધારાયુ છે. બીજા શબ્દોમાં સમજો તો ડીએમમાં આ વધારો ફક્ત 3 મહિના માટે છે

નવી દિલ્હી, 14 ઓગષ્ટઃ Salary hike of bank employees: કોરોના વાયરસ મહામારીના સમયમાં કેન્દ્રની મોદી સરકારએ સરકારી કર્મચારીઓને ફરી ખુશખબર આપ્યા છે. આ વખતે સારા સમાચાર સાર્વજનિક ક્ષેત્રના બેંકોને 8 લાખથી વધુ કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધારી દીધુ છે. સરકારી બેંકના કર્મચારીઓનુ વધેલુ વેતન ડીએ ઓગસ્ટ મહિનાની સેલેરીમાં જોડાઈને મળશે. કેન્દ્રએ તેમના ડીએમાં 2.10 ટકાનો વધારો (DA Hike) કર્યો છે.

સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ(Salary hike of bank employees) ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 2021 માટે વધારાયુ છે. બીજા શબ્દોમાં સમજો તો ડીએમમાં આ વધારો ફક્ત 3 મહિના માટે છે. તેને ઓલ ઈંડિયા એવરેજ કંજયુમર પ્રાઈસ ઈંડેક્સ (AIACPI) ના આંકડાના આધાર પર નક્કી કરવામાં આવ્યુ છે. આવો સમજો સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરનારા લોકોને મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Maharashtra entry rules: દેશના આ રાજ્યમાં પ્રવેશ માટે વેક્સિનના બંને ડોઝ જરૂરી, RTPCR રિપોર્ટ નહીં હોય તો 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત

મોંઘવારી ભથ્થુ = (છેલ્લા 3 મહિના માટે ગ્રાહક મૂલ્ય સૂચકાંકને સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100) -126.33) x100
જુદી કેટેગરીના કર્મચારીઓને વેતન જુદુ

સરકારી બેંક કર્મચારીઓનો પગાર જુદી જુદી કેટેગરીમાં છે. જેમા બેંકના પ્રોબેશનરી ઓફિસરનો પગાર મહિને 40 થી 42 હજાર રૂપિયા હોય છે. તેમા બેસિક 27,620 રૂપિયા છે. તેના પર DA માં 2.10 ટકાનો વધારો થયો છે. પીઓ માટે સર્વિસ હિસ્ટ્રીના નિયમો અનુસાર સમગ્ર સર્વિસ દરમિયાન 4 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. પ્રમોશન પછી અધિકતમ બેઝિક સેલેરી 42,020 રૂપિયા હોય છે.

ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) અનુસાર, મે, જૂન અને જુલાઈ 2021 માટે ડીએનો આંકડો 367 સ્લેબ હતો. ઓગસ્ટથી ઓક્ટોબર માટે 30 સ્લેબનો વધારો થયો છે. આ આધારે હવે તેમનો ડીએ વધીને 27.79 ટકા થયો છે. અગાઉ મોંઘવારી ભથ્થું 25.69 ટકા હતું

Whatsapp Join Banner Guj