kareena kapoor khan

kareena reacted: આખરે ચૂપી તોડી, બીજા દીકરાના નામ પર વિવાદ થતાં કરીનાએ પહેલી વાર પ્રતિક્રિયા આપી, જાણો શું કહ્યું?

kareena reacted: કરીનાએ પોતાની બુક ‘પ્રેગ્નન્સી બાઇબલ’માં બીજા દીકરાના નામની જાહેરાત કરી હતી. કરીનાના દીકરાનું નામ જાહેર થતાં જ વિવાદ શરૂ થયો હતો

બોલિવુડ ડેસ્ક, 13 ઓગષ્ટઃ kareena reacted: કરીના કપૂર તથા સૈફ અલી ખાન ફરી એકવાર વિવાદમાં છે. કરીનાના બીજા દીકરા જહાંગીરના નામનો ઘટસ્ફોટ થતાં જ ટ્રોલર્સે તેમને ટ્રોલ કર્યા હતા. કરીનાએ પોતાની બુક ‘પ્રેગ્નન્સી બાઇબલ’માં બીજા દીકરાના નામની જાહેરાત કરી હતી. કરીનાના દીકરાનું નામ જાહેર થતાં જ વિવાદ શરૂ થયો હતો. નામના વધતા વિવાદ વચ્ચે કરીનાએ પહેલી જ વાર રિએક્શન આપ્યું છે. કરીના દીકરાને લાડમાં જેહ કહીને બોલાવે છે.

એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું, ‘હવે શું થાય, મારે મેડિટેશન શરૂ કરવું પડશે. એક સિક્કાની બે બાજુ હોય છે, એક બાજુ હકારાત્મકતા તો બીજુ બાજુ નકારાત્મકતા. મારે આ બધું એ રીતે જોવું છે કે કાશ, આ ના થાત, કારણ કે આપણે બે માસૂમ બાળકો અંગે વાત કરીએ છીએ. જોકે, અમારે ખુશ અને પોઝિટિવ રહેવાનું છે.

આ પણ વાંચોઃ Taliban captures kabul: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ટૂંક સમયમાં સ્થાપિત થશે તેવી આશંકા, અત્યાર સુધી આટલા ભાગ પર કબજો કર્યો!

વધુમાં કરીનાએ કહ્યું હતું, ‘તમને ખબર છે કે હું ઘણી પોઝિટિવ વ્યક્તિ છું. હું ખુશમાં રહેતી હોઉં છું. મારે કોવિડના સમયમાં ખુશીઓ તથા પોઝિટિવિટી વહેંચવી છે. હું ટ્રોલ અથવા કોઈ પણ પ્રકારની નેગેટિવિટી અંગે વિચારવા માગતી જ નથી.’

સો.મીડિયા યુઝર્સને જ્યારે ખબર પડી કે સૈફ-કરીનાએ દીકરાનું નામ જહાંગીર પાડ્યું છે તો તેમણે ફરી એકવાર તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સો.મીડિયા યુઝર્સે સવાલ કર્યો હતો કે કરીના-સૈફ મુઘલ શાસકોની ટીમ બનાવવા માગે છે, પહેલાં તૈમુર, હવે જહાંગીર તો ત્રીજો ઔરંગઝેબ?

આ પણ વાંચોઃ Air travel become more expensive: દેશમાં આજથી હવાઈ મુસાફરી મોંઘી બની, હવે ઘરેલુ હવાઈ મુસાફરી માટે લોકોએ આટલો ચાર્જ ચુકવવો પડશે!

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સ્વરા ભાસ્કરે કરીનાને સપોર્ટ કરતા કહ્યું હતું કે એક કપલ પોતાના બાળકનું નામ રાખે છે અને તે કપલ તમે નથી. મફતમાં તમારો ઓપિનિયન આપવાનું બંધ કરો. જો તમે એમ કહો છો કે તમારી ધાર્મિક ભાવના આહત થઈ છે તો તે માત્ર એટલું જ કહેશે કે તમે દુનિયાના સૌથી મોટા ગધેડા છો. સૈફ અલી ખાનની બહેન સબાએ પણ ભાભીનો બચાવ કરતા કહ્યું હતું કે નામમાં શું છે. પ્રેમ કરો, જીવો અને જીવવા દો.

Whatsapp Join Banner Guj