Taliban open fire as Afghans protest

Taliban open fire as Afghans protest: કાબુલમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરતા લોકો પર તાલિબાને કરી ફાયરીંગ- જુઓ વીડિયો

Taliban open fire as Afghans protest: અફઘાનિસ્તાનના મુખ્ય શહેરમાં પાકિસ્તાન અને ISI વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, આ વિરોધ પ્રદર્શન વચ્ચે તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની ક્રૂરતાનું પ્રદર્શન કર્યું છે

કાબુલ, 07 સપ્ટેમ્બરઃ Taliban open fire as Afghans protest: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. બીજી તરફ આતંકીસ્તાનની કુખ્યાત એજન્સી ISIએ પણ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો છે. ત્યારે આ વચ્ચે અફઘાનિસ્તાનના મુખ્ય શહેરમાં પાકિસ્તાન અને ISI વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, આ વિરોધ પ્રદર્શન વચ્ચે તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની ક્રૂરતાનું પ્રદર્શન કર્યું છે.

કાબુલમાં પાકિસ્તાન(Taliban open fire as Afghans protest) વિરોધી રેલી દરમ્યાન જમા થયેલી ભીડને તીતર-બીતર કરવા માટે તાલિબાને ફાયરીંગ કરી છે. મંગળવારે કાબુલના વિવિધ ભાગોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન યોજાઈ રહ્યા હતા.

તાલિબાન લડાકુ દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં પ્રદર્શનકારી માર્ચ પર રહ્યાં હતાં. રાષ્ટ્રપતિ પેલેસ પાસે જ કાબુલ સેરેના હોટલ છે, જ્યાં પાકિસ્તાની ખાનગી એજન્સી ISI ના પ્રમુખ છેલ્લાં એક સપ્તાહથી રોકાયેલા છે

અફઘાનિસ્તાનમાં છેલ્લાં એક-બે દિવસથી સતત પાકિસ્તાન વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અફઘાનના નાગરિક પાકિસ્તાન દ્વારા પંજશીરમાં કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Case filed against 38 celebs: સલમાન ખાન, અજય- અક્ષય સહિતના 38 કલાકારો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ થયો- વાંચો શું છે મામલો?

તાલિબાન રાજ વચ્ચે અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે, અને આ સંગઠન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. મંગલવારે જેવું આંદોલન ઉગ્ર થયું તો પ્રદર્શનકારીઓના એક મોટા સમૂહે પાકિસ્તાન અને ISI વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. સ્થાનિક મીડિયા દ્વારા વાયરલ વીડિયોમાં સંખ્યાબંધ અફઘાની પુરુષો અને મહિલાઓ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવતા નજરે આવી રહ્યા છે.

બીજી તરફ કાબુલના માર્ગો પર બેનર્સ પણ જોવા મળ્યા છે. જેવો આક્રોશ વધ્યો તેવા જ આક્રમક નારાઓના અવાજ બુલંદ થયા હતા. જેમાં આઝાદી આઝાદી, પાકિસ્તાનની મોત, ISIની મોત જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj