Kangana ranaut image

Kangana Ranaut: કંગના રાણાવતની ‘થલાઇવી’ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો પર એકસાથે થશે રિલીઝ

Kangana Ranaut: નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો જેવા OTT સાથે હાથ મિલાવ્યા છે. આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ ફિલ્મ એકસાથે બે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે.

મનોરંજન ડેસ્ક: ૦૩ સપ્ટેમ્બર: Kangana Ranaut: બૉલિવુડ અભિનેત્રી કંગના રાણાવતની આગામી ફિલ્મ ‘થલાઇવી’ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના રાણાવત જાણીતી અભિનેત્રી અને રાજકારણી જયલલિતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મ લાંબા સમય પહેલાં બનાવવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે એ હજુ પણ અટવાઈ છે. ‘થલાઇવી’ ફિલ્મ 10 સપ્ટેમ્બરે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે તમામ ઉંમરના દર્શકો જોઈ શકશે.

ફિલ્મના તાજેતરના અહેવાલ મુજબ નિર્માતાઓએ એને થિયેટરો તેમ જ OTT  પ્લૅટફૉર્મ પર લાવવાનું નક્કી કર્યું છે, જેના માટે તેઓએ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો જેવા OTT સાથે હાથ મિલાવ્યા છે. આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ ફિલ્મ એકસાથે બે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે.

Kangana Thalaivii poster

આ પણ વાંચો…Gujarat alcohol ban: એકસાઈઝ કર સહિતની જંગી આવક જતી કરીને પણ ગુજરાત દારૂબંધીને વરેલું રહેશે: નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ

આ પ્રયોગ પહેલાં ક્યારેય કોઈ ફિલ્મ સાથે કરવામાં આવ્યો નથી. મીડિયા રિપૉર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘થલાઇવી’ના નિર્માતાઓએ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે 55 કરોડમાં સોદો કર્યો છે. કોરોનાના સમયમાં મહિલાલક્ષી ફિલ્મ માટે આ સોદો ખરાબ નથી. એ બહુ ઓછી ફિલ્મો સાથે જોવા મળી છે કે થિયેટર રિલીઝની સાથોસાથ OTT ઉપર પણ આટલી મોટી રિલીઝ થાય છે.

નિર્માતાઓ કંગના રાણાવતની (Kangana Ranaut) ફિલ્મ ‘થલાઇવી’ને મહત્તમ દર્શકો સુધી લઈ જવા માટે આ પગલું ભર્યું છે. જયલલિતા એક મોટી નાયિકા રહી અને તે પછી તેમની સફળ રાજકીય કારકિર્દી રહી. તેમના ચાહકો સમગ્ર વિશ્વમાં રહે છે. નિર્માતાઓ ઇચ્છે છે કે તેમની વાર્તા શક્ય તેટલા પ્રેક્ષકો સુધી પહોંચે, જેના કારણે તેઓએ બે OTT પ્લૅટફૉર્મ સાથે હાથ મિલાવ્યા છે. થોડા સમય પહેલાં ફિલ્મની રિલીઝ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘થલાઇવી’ એક સામૂહિક મનોરંજન છે, જેને દર્શકો પરિવાર સાથે માણશે.

Whatsapp Join Banner Guj