india tourist place

Best places to visit in summer: ઉનાળામાં ભારતના આ સુંદર સ્થળોએ જાઓ ફરવા, જાણો ક્યા સ્થળો છે આ લિસ્ટમાં સામેલ

Best places to visit in summer: ઉત્તર પૂર્વ ભારતના આ પ્રદેશો ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ માનવામાં છે

whatsapp banner

લાઇફસ્ટાઇલ, 02 મે: Best places to visit in summer: ઉત્તર પૂર્વ ભારત દેશનો એક ભાગ છે જ્યાં ઉનાળાની રજાઓ યાદગાર રીતે માણી શકાય છે. આ લેખમાં, અમે તમને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ઉનાળાની રજાઓ માણી શકો છો.

શિલોંગ
શિલોંગ, સમુદ્ર સપાટીથી 4 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ આવેલું છે, તે ઉત્તર પૂર્વ ભારતના સૌથી સુંદર અને લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. આ સ્થળની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને નોર્થ ઈસ્ટનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો તેને પૂર્વમાં તળાવોના શહેર તરીકે પણ ઓળખે છે.

શિલોંગની સુંદરતા અને હવામાન ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. ઊંચા પહાડો, ગાઢ જંગલો, તળાવો અને ધોધ શિલોંગની સુંદરતામાં વધારો કરે છે. શિલોંગની હરિયાળી ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. અહીં તમે તમારા પરિવાર સાથે શિલોંગ પીક, લેડી હૈદરી પાર્ક, કૈલાંગ રોક, વોર્ડ્સ લેક અને મીથા વોટરફોલ જેવા અદ્ભુત સ્થળો એક્સપ્લોર કરી શકો છો.

ગંગટોક
ઉનાળો હોય, શિયાળો હોય કે વરસાદની ઋતુ હોય, કોઈપણ ઋતુમાં ગંગટોકની મુલાકાત લેવાની અલગ જ મજા છે. તે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પણ પ્રખ્યાત છે.

ગંગટોક તેની સુંદરતા તેમજ એડવેન્ચર એક્ટિવિટીઓ માટે જાણીતું છે. ટ્રેકિંગ સિવાય તમે અહીં હાઇકિંગ પણ કરી શકો છો. ગંગટોકમાં તમે ઈન્ડિયા ચાઈના બોર્ડર, તાશી વ્યુ પોઈન્ટ, હનુમાન ટોક અને હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક જેવા અદ્ભુત સ્થળો પણ જોઈ શકો છો.

આ પણ વાંચો:- Onion Benefits in Summer: ઉનાળામાં કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે લાભદાયી- જાણો શું કહે છે એક્સપર્ટ

પેલિંગ
સિક્કિમની સુંદર ખીણોમાં આવેલું પેલિંગ શહેર તેની સુંદરતાની સાથે-સાથે ઠંડી હવાઓ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તે એક સુંદર હિલ સ્ટેશન પણ છે.

મે-જૂનની આકરી ગરમીમાં પણ, પેલિંગમાં તાપમાન 10°C થી 25°Cની વચ્ચે રહે છે. પેલિંગમાં તમે કંચનજંઘા વોટરફોલ, પેમા યાંગ્ત્સે મઠ, સિંગશોર બ્રિજ અને કંચનજંઘા નેશનલ પાર્ક જેવા શ્રેષ્ઠ સ્થળો એક્સપ્લોર કરી શકો છો. તમે પેલિંગમાં એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.

તવાંગ
તવાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલું એક સ્થળ છે, જ્યાં મોટાભાગના ભારતીય ફરવા માંગે છે. ઊંચા પહાડો, ગાઢ જંગલો, તળાવો અને ધોધની વચ્ચે વસેલું આ શહેર સ્વર્ગથી ઓછું નથી. તવાંગની સુંદરતા એટલી લોકપ્રિય છે કે ઘણા લોકો તેને ઉત્તર પૂર્વનું સ્વર્ગ માને છે.

મે અને જૂનની કાળઝાળ ગરમીમાં પણ અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહે છે. એશિયાનો સૌથી મોટો બૌદ્ધ મઠ પણ અહીં છે. તવાંગમાં તમે તવાંગ વોર મેમોરિયલ, ગોરીચેન પીક, પીટી ત્સો લેક, જસવંત ગઢ અને તાક્તસંગ જેવા અદ્ભુત સ્થળોની મુલાકાત લઈ શકો છો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો