flight

Air travel become more expensive: દેશમાં આજથી હવાઈ મુસાફરી મોંઘી બની, હવે ઘરેલુ હવાઈ મુસાફરી માટે લોકોએ આટલો ચાર્જ ચુકવવો પડશે!

Air travel become more expensive: નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગુરુવારે રાતે હવાઈ મુસાફરીના ભાડામાં 12.5 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે આજથી લાગુ થશે

નવી દિલ્હી, 13 ઓગષ્ટઃ Air travel become more expensive: જેટ ફ્યુલની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે દેશમાં આજથી હવાઈ મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. ઘરેલુ હવાઈ મુસાફરી માટે લોકોએ વધારે ચાર્જ ચુકવવો પડશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગુરુવારે રાતે હવાઈ મુસાફરીના ભાડામાં 12.5 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે આજથી લાગુ થશે. એર ટિકિટની મિનિમમ અને મેક્સિમમ એમ બંને કિંમતોમાં આ વધારો લાગુ પડશે.

આ પણ વાંચોઃ Oxygen supply: કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડત આપવા આરોગ્ય તંત્ર બન્યું સુસજ્જ, આ જિલ્લો વેક્સીનેશનની કામગીરીમાં સૌથી આગળ

સાથે સાથે સરકારે દેશમાં તમામ એરલાઈન્સની ફ્લાઈટની સંખ્યામાં 7.5 ટકાનો વધારો કરવાની પણ મંજૂરી આપી છે. જ્યારે ફ્લાઈટમાં કુલ બેઠકોની સામે 65 ટકાની જગ્યાએ હવે 72.5 ટકા મુસાફરોને બેસાડવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કોરોનાના કારણે અને તેના કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા ઓછી થઈ હતી.જેના પગલે એરલાઈન કંપનીઓની કમાણી પર પણ અસર પડી હતી. હવે સરકારે ભાડુ વધારવાનો નિર્ણય કર્યો હોવાથી એરલાઈન કંપનીઓને રાહત મળશે .

આ પણ વાંચોઃ twitter accounts locked: રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ અને તેના અનેક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ લોક- વાંચો વિગતે

આ પહેલા 21 જુને પણ કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટોના ભાડામાં 15 ટકા સુધીનો વધારો કર્યો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન ફ્લાઈટની સંખ્યા પણ ઘટાડીને 50 ટકા કરી દેવાઈ હતી.

Whatsapp Join Banner Guj