Taliban captures kabul

Taliban captures kabul: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ટૂંક સમયમાં સ્થાપિત થશે તેવી આશંકા, અત્યાર સુધી આટલા ભાગ પર કબજો કર્યો!

Taliban captures kabul: અફઘાનિસ્તાનનાં સાંસદ સઇદ કરીબુલ્લાહ સાદાતે કહ્યું કે, “હવે તાલિબાનોએ 100 ટકા નિયંત્રણ મેળવી લીધું છે.”

નવી દિલ્હી, 13 ઓગષ્ટઃ Taliban captures kabul: અફઘાનિસ્તાન હવે આતંકવાદી સંગઠન તાલિબાનના હાથમાં ગયું છે. અત્યારે એમ કહેવું ખોટું નથી. શુક્રવારે તાલિબાને કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર લોગર પ્રાંતની રાજધાની પર કબજો કર્યો છે. આ કારણે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ટૂંક સમયમાં સ્થાપિત થશે તેવી આશંકા વધી ગઇ છે.

આ પણ વાંચોઃ twitter accounts locked: રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ અને તેના અનેક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ લોક- વાંચો વિગતે

અફઘાનિસ્તાન(Taliban captures kabul)નાં સાંસદ સઇદ કરીબુલ્લાહ સાદાતે કહ્યું કે, “હવે તાલિબાનોએ 100 ટકા નિયંત્રણ મેળવી લીધું છે.” હવે લડવાની ક્ષણ જેવી કોઈ બાબત રહી નથી. મોટાભાગના અધિકારીઓ ભાગી ગયા છે અને કાબુલમાં આશરો લીધો છે.તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનનાં 18 પ્રાંત પર કબજો કરી લીધો છે. એક અફઘાન અધિકારીએ પુષ્ટિ કરી છે કે સશસ્ત્ર જૂથે પશ્ચિમી પ્રાંત ઘોર પર પણ કબજો કરી લીધો છે. આ સિવાય ફિરોઝ કોહ સિટી પણ હવે તાલિબાનના હાથમાં છે.

દરમિયાન, નાટો સંગઠનમાં અમેરિકાના સહયોગી બ્રિટને અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો થાય તો વિશ્વભરમાં આતંકવાદ વધવાની આશંકા વ્યક્ત કરી છે. બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વાલેસે કહ્યું કે, “અફઘાનિસ્તાન જે રીતે નિષ્ફળ રહ્યું છે, તેનાથી અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો મજબૂત બનશે અને તેનાથી પશ્ચિમી વિશ્વ માટે સંકટ પેદા થશે.”

આ પણ વાંચોઃ Air travel become more expensive: દેશમાં આજથી હવાઈ મુસાફરી મોંઘી બની, હવે ઘરેલુ હવાઈ મુસાફરી માટે લોકોએ આટલો ચાર્જ ચુકવવો પડશે!

બ્રિટીશ મંત્રીએ કહ્યું કે મને ચિંતા છે કે આવા નિષ્ફળ દેશોમાં આતંકવાદીઓ પોતાનો અડ્ડો બનાવે છે. અલકાયદા પરત ફરે તેવી શક્યતા છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ તેના તમામ રાજદ્વારીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. આ સિવાય, તે એવા અફઘાનોને પણ આશ્રય આપશે જેમણે છેલ્લા 20 વર્ષમાં નાટો દળોને ટેકો આપ્યો હતો. અમેરિકાએ પણ આવા લોકોને મોટી સંખ્યામાં આશરો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું અને જૂનમાં તેના તમામ સૈનિકોને પાછા ખેંચી લીધા હતા.

Whatsapp Join Banner Guj