Kriti is dating Prabhas

Kriti is dating Prabhas: બોલિવુડ એક્ટ્રેસ ક્રિતી સેનન સાઉથ સુપર સ્ટારને ડેટ કરી રહી હોવાની અટકળો- વાંચો વિગત

Kriti is dating Prabhas: કોફી વિથ કરનમાં ક્રિતિએ કૉલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં પ્રભાસને ફોન કર્યો હતો

બોલિવુડ ડેસ્ક, 18 સપ્ટેમ્બરઃ Kriti is dating Prabhas: 32 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની લવ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. હવે એવી વાતો થઈ રહી છે કે ક્રિતિ સેનન 42 વર્ષીય સાઉથ એક્ટર પ્રભાસને ડેટ કરી રહી છે. બંને ફિલ્મ ‘આદિપુરુષ’માં કામ કરી રહ્યાં છે.

ક્રિતિ સેનન તથા ટાઇગર શ્રોફ શો ‘કૉફી વિથ કરન’માં આવ્યાં હતાં. અહીંયા ક્રિતિએ કૉલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં પ્રભાસને ફોન કર્યો હતો. ત્યારથી જ બંને વચ્ચે સ્પેશિયલ બૉન્ડ હોવાની ચર્ચા છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે બંને વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Deputy PM of Singapore on a visit to Gandhinagar: સિંગાપોરના ડેપ્યુટી PM શ્રીયુત લોરેન્સ વોંગ સાથે CMની ગાંધીનગરમાં મુલાકાત, વ્યાપારિક-ઔદ્યોગિક-સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરાશે

મીડિયા અહેવાલ પ્રમાણે, પ્રભાસ તથા ક્રિતિને એકબીજા માટે ઘણી જ ફીલિંગ્સ છે. ફિલ્મ ‘આદિપુરુષ’ના સેટ પર બંને વચ્ચેનું બૉન્ડિંગ ગાઢ બન્યું છે. તેમના બૉન્ડિંગથી તમામને નવાઈ લાગી છે, કારણ કે પ્રભાસ ઘણો જ શરમાળ છે. જોકે, તે ક્રિતિ સાથે ઘણી જ સહજતાથી વાત કરે છે. બંને વચ્ચે કંઈક છે તે વાત પણ બંને સાથે હોય ત્યારે દેખાઈ આવે છે. બંને હાલમાં પોતાના સંબંધો ધીમે ધીમે આગળ વધારી રહ્યાં છે.

સૂત્રોના મતે, ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયા બાદ પણ બંને એકબીજા સાથે મેસેજ અને ફોન પર વાત કરે છે. આમ તો ફિલ્મના સેટ પર એકબીજા સાથે ખાસ બૉન્ડ શૅર કરવું સામાન્ય વાત છે, પરંતુ સેટ પર બંને સીન માટે એકબીજાની અપ્રૂવલ લેતાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં સૈફ અલી ખાન, સની સિંહ પણ છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના અને ક્રિતિ સેનન સીતાના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ Kutch Jain Annual Convention: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું

Gujarati banner 01