Deputy PM of Singapore on a visit to Gandhinagar

Deputy PM of Singapore on a visit to Gandhinagar: સિંગાપોરના ડેપ્યુટી PM શ્રીયુત લોરેન્સ વોંગ સાથે CMની ગાંધીનગરમાં મુલાકાત, વ્યાપારિક-ઔદ્યોગિક-સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરાશે

Deputy PM of Singapore on a visit to Gandhinagar: ગિફ્ટ સિટીના એન.એસ.ઈ.-એસ.જી.એક્સ.માં સિંગાપોરની ફાયનાન્સિયલ કંપનીઓના કારોબાર સાથે ગુજરાતમાં ફિનટેક-ગ્રીન પાવર-રિન્યુએબલ એનર્જી-રિસર્ચ ફાયનાન્સ ક્ષેત્રે પણ રોકાણોની વિપુલ સંભાવનોઓ છે : સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર

ગાંધીનગર, 18 સપ્ટેમ્બરઃ Deputy PM of Singapore on a visit to Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય-શુભેચ્છા મુલાકાત સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર શ્રીયુત લોરેન્સ વોંગ અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ગુજરાતની મુલાકાતે પ્રથમ વાર આવ્યા છે અને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ ક્ષેત્રોના વિકાસથી તેઓ પ્રભાવિત થયા છે એમ તેમણે મુખ્યમંત્રી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું

શ્રીયુત લોરેન્સ વોંગે સિંગાપોરના રોકાણકારો-ઉદ્યોગકારોએ ગુજરાતમાં ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ, ફાયનાન્સના ક્ષેત્રોમાં રોકાણો કરેલા છે, તેની વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને ગુજરાતમાં આવકારતા જણાવ્યું કે, ભારત, ગુજરાત, સિંગાપોરના સંબંધો લાંબા ગાળાના રોકાણો, વ્યાપાર-ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતા ઉષ્માભર્યા રહ્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એવી સુદ્રઢ ઈકો સિસ્ટમનું નિર્માણ કર્યું છે કે વિશ્વના અન્ય દેશોમાંથી રોકાણકારો-ઉદ્યોગકારો ગુજરાતમાં એક વાર રોકાણ માટે આવે પછી ગુજરાત જ તેમની કાયમી ચોઈસ બની જાય છે.

આ પણ વાંચોઃ Kutch Jain Annual Convention: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું
મુખ્યમંત્રી એમ પણ ઉમેર્યું કે સિંગાપોર સહિત અન્ય રાષ્ટ્રોના ઉદ્યોગ-રોકાણકારોને જરૂરી સુવિધાઓ આપવા રાજ્ય સરકારનો અભિગમ હંમેશાં સકારાત્મક રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌના સાથ, સૌના વિકાસના મંત્રને સાકાર કરવામાં આ ઈકો સિસ્ટમ ઉપયુક્ત બની છે એમ પણ જણાવ્યું હતું.


તેમણે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને તેમની આગામી મુલાકાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્રેરક સૂચન પણ કર્યું હતું. વાયબ્રન્ટ સમિટની શ્રૃંખલામાં સિંગાપોરની સહભાગીતા આગામી સમયમાં પણ આગળ વધશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર લેરેન્સ વોંગે કહ્યું કે, સિંગાપોર માટે ગુજરાત સેકન્ડ લાર્જેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે.
એટલું જ નહીં, સિંગાપોરના જે ઉદ્યોગ-વેપાર રોકાણકારોનો કારોબાર ગુજરાતમાં ચાલે છે તે સૌ સરકારની નીતિઓ, પ્રોત્સાહક વાતાવરણથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

afe5a270 01c1 4557 acd7 a47b278c1169


શ્રીયુત લોરેન્સ વોંગે ફાયનાન્સ, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો ઉપરાંત ફિનટેક, ગ્રીન એનર્જી, હાઈડ્રોજન એનર્જીના ક્ષેત્રોમાં પણ ગુજરાત-ભારત સામે રોકાણોની વિપુલ સંભાવનાઓ છે, તેનો ઉલ્લેખ કર્યો હતો. સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સિંગાપોરની મુલાકાતે આવવાનું ભાવ ભર્યું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. તેમણે કહ્યું કે સિંગાપોરના બિઝનેસ, ઈન્ડસ્ટ્રીઝ, ઈન્વેસ્ટર્સ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત થયેલા છે, તેમાં આ મુલાકાત નવું બળ પૂરું પાડશે.

મુખ્યમંત્રી સાથેની સિંગાપોર ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરની આ મુલાકાત-બેઠકમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ પંકજકુમાર, એન.એસ.ઈ.ના આશિષભાઈ, ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઊર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Mega Cleanliness Campaign at Rajkot Division: રાજકોટ રેલવે સ્ટેશન પર સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાન

Gujarati banner 01