Lalit Modi dating sushmita sen

Lalit Modi and Sushmita Breakup: લલિત મોદી અને સુષ્મિતા સેન અલગ થયા, સોશિયલ મીડિયા પરથી એક્ટ્રેસનું નામ હટાવ્યુ અને DP પણ બદલ્યો

Lalit Modi and Sushmita Breakup: લલિત મોદીએ થોડાંક મહિના પહેલાં એક્ટ્રેસ સુષ્મિતા સેનની સાથે પોતાના સંબંધને ઓફિશિયલ કર્યા હતા

મનોરંજન ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃLalit Modi and Sushmita Breakup: IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ થોડાંક મહિના પહેલાં એક્ટ્રેસ સુષ્મિતા સેનની સાથે પોતાના સંબંધને ઓફિશિયલ કર્યા હતા, પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થયું હોવાની અટકળોએ જોર પકડ્યું છે. હકિકતમાં લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે. આ સાથે જ મોદીએ સુષ્મિતા સાથેની ડિસ્પ્લે પિક્ચર(DP) પણ બદલી નાખી છે.

તેમના બાયોમાં હવે ફક્ત IPL ફાઉન્ડર અને મૂન લખેલું છે. જેને જોઈને યૂઝર્સ અટકળો લગાવી રહ્યાં છે કે બંનેના સંબંધ તૂટી ગયા છે. જો કે સુષ્મિતા અને લલિતે હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નિવેદન નથી આપ્યું.

આ પણ વાંચોઃ Gopal Italia interacted with traders: ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહેસાણામાં વેપારીઓ સાથે સંવાદ કર્યો, વાંચો વિગત

લલિતે ગત મહિને પોતાના પ્રોફાઈલ ફોટો બદલી હતી. આ ફોટોમાં તેમની સાથે સુષ્મિતા સેન પણ હતી. જે બાદ લલિતે ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું, ‘ફાઈનલી નવા જીવનની શરૂઆત, પાર્ટન ઈન ક્રાઈમ, ‘માઈ લવ’ સુષ્મિતા સેનની સાથે’ મોદીએ સાથે સુષ્મિતાનું ઈન્સ્ટા એકાઉન્ટને પણ ટેગ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, લલિત અને સુષ્મિતાના સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલને ગણાવવામાં આવી રહ્યો છે. બંનેના બ્રેકઅપ પછી પણ વારંવાર પાર્ટી કરતાં સ્પોટ થયા હતા. હાલમાં જ રોહમને સુષ્મિતાની દીકરીના બર્થ ડે સેલિબ્રેશન પર પહોંચ્યો હતો. તો થોડાં દિવસ પહેલાં તે સુષ્મિતાની માના જન્મદિવસના રોજ પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ The main leaders of tribal society join AAP: આદિવાસી સમાજના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા

Gujarati banner 01