Mahi Vij threatened by stranger

Mahi Vij threatened by stranger: ટીવીની આ જાણીતી અભિનેત્રીને અજાણી વ્યક્તિએ રેપની ધમકી આપી, વાંચો શું છે મામલો?

Mahi Vij threatened by stranger: માહીએ આ ડરામણી ઘટના અંગે સો.મીડિયામાં વાત કરી

મનોરંજન ડેસ્ક, 08 મેઃ Mahi Vij threatened by stranger: તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ માહી વીજની કારને હાલમાં જ એક વ્યક્તિએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ તે વ્યક્તિ માહી વિજ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને રેપની ધમકી આપી દીધી હતી. માહીએ આ ડરામણી ઘટના અંગે સો.મીડિયામાં વાત કરી હતી. માહી સાથે 7 મેના રોજ આ ઘટના બની હતી. કારમાં માહીની સાથે દીકરી તારા પણ હતી. માહીએ હવે મુંબઈ પોલીસની મદદ માગી છે.

માહીએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે વ્યક્તિનો કારનો નંબર જોવા મળે છે. આ કારે માહીની કારને ટક્કર મારી હતી. આ સાથે જ માહીએ કહ્યું હતું, ‘આ વ્યક્તિએ મારી કારને ટક્કર મારી, ગાળો આપી અને પછી રેપની ધમકી આપી. તેની પત્નીને ગુસ્સો આવ્યો અને પછી તેણે કહ્યું કે છોડી દે આને. મુંબઈ પોલીસ મને આ વ્યક્તિને શોધવમાં મદદ કરે, આ વ્યક્તિ મારા માટે જોખમી છે.’

આ પણ વાંચોઃ Anand mahindra gift to idli amma: આનંદ મહિન્દ્રાએ 1 રૂપિયામાં ઈડલી વેચતા ‘ઈડલી અમ્મા’ને આપી ખાસ ભેટ, 3 વર્ષ પહેલા કર્યો હતો વીડિયો શેર

મુંબઈ પોલીસે જવાબ આપતા કહ્યું હતું, ‘પ્લીઝ તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો.’ માહીએ પછી કહ્યું હતું કે તે પોલીસ સ્ટેશનમાં ગઈ અને તેને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

માહી સાથે બનેલી ઘટનાની જાણ થતાં યુઝર્સે રોષે ભરાયા હતા. તેમણે એક્ટ્રેસની હિંમતના વખાણ કર્યા હતા અને આવા લોકોને બિલકુલ સહન ના કરવા જોઈએ તેમ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, માહીએ 2011માં ટીવી એક્ટર જય ભાનુશાલી સાથે લગ્ન કર્યા હતા. 2017માં તેમણે બે બાળકો દત્તક લીધા હતા. 2019માં માહીએ દીકરી તારાને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી માહી એક્ટિંગ વર્લ્ડથી દૂર છે. 2020માં માહી રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોંગે’માં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Khwaja Ahmed Abbas: જેમણે ગાંધીજીને તેમનો સિનેમા અંગેનો અભિપ્રાય બદલવા કહ્યું તેવા ખ્વાજા અહેમદ અબ્બાસ

Gujarati banner 01