NCB Charges Rhea with buying drugs for Sushant

NCB Charges Rhea with buying drugs for Sushant: એનસીબી ચાર્જશીટમાં આરોપ, રિયા જ ગાંજો ખરીદીને સુશાંતને આપતી હતી- વાંચો વિગત

NCB Charges Rhea with buying drugs for Sushant: રિયાએ આ ગાંજા માટે વખતોવખત ચુકવણી કરી હોવાનું પણ બહાર આવ્યું છે એવો દાવો એનસીબી દ્વારા કરવામાં આવ્યો છે

મુંબઇ, 13 જુલાઇઃ NCB Charges Rhea with buying drugs for Sushant: અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુદ ગાંજો ખરીદીને સુશાંત સિંહ રાજપૂતને આપતી હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા જણાવાયું છે.

રિયાએ પોતાના ભાઈ શોવિક ઉપરાંત સેમ્યુઅલ મિરાન્ડા, દિપેશ સાવંત તથા અન્યો પાસેથી અનેક વાર ગાંજો ખરીદ્યો હતો અને તે સુશાંતંને આપ્યો હતો. રિયાએ આ ગાંજા માટે વખતોવખત ચુકવણી કરી હોવાનું પણ બહાર આવ્યું છે એવો દાવો એનસીબી દ્વારા કરવામાં આવ્યો છે.

એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના મોતને પગલે બહાર આવેલા બોલીવૂડ ડ્રગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. 35 આરોપીઓ સામે ફાઈલ થયેલી ચાર્જશીટની વિગતો હવે પ્રગટ થઈ છે. આ ચાર્જશીટમાં રિયાને આરોપી નંબર 10 તરીકે દર્શાવવામાં આવી છે. આ ચાર્ઝશીટ અનુસાર તમામ આરોપીઓએ 2020નાં વર્ષમાં માર્ચથી ડિસેમ્બર વચ્ચે બોલીવૂડની હસ્તીઓ સહિત અન્ય હાઈ પ્રોફાઈલ લોકોને ડ્રગ પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું. તેઓ ડ્રગ મેળવતા હતા કે ખરીદતા હતા, વેચાણ કરતા હતા અને વિતરણ કરતા હતા. આરોપીઓ મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં ચરસ, ગાંજા અને કોકેન સહિતનાં માદક દ્વવ્યોનો વપરાશ કરતા હતા અને સાથે સાથે ડ્રગ ટ્રાફિકિંગ માટે નાણાં પણ ઉપલબ્ધ કરાવતાં હતાં.

આ પણ વાંચોઃ Organ donation: ગુરુપૂર્ણિમાના પર્વે સિવિલ હોસ્પિટલના ૭૭ અંગદાતાને વંદન, છેલ્લા બે દિવસમાં બે બ્રેઇનડેડ અંગદાતાઓના પરિજનોએ અંગદાન કર્યું

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 2020ની 14મી જુને શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. તેણે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. જોકે, તેના મોતના સંજોગો અંગે હજુ પણ સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો નથી.

દરમિયાન સુશાંતના મોતની તપાસમાંથી જ ડ્રગ કેસનો ફણગો ફૂટ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડ રિયા સહિત તેના મિત્રો પર સુશાંતને ડ્રગ પૂરું પાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ કેસમાં રિયાની ધરપકડ પણ થઈ હતી. હાલ તે જામીન પર મુક્ત છે.

આ પણ વાંચોઃ Gujarat housing board: CM ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં ૯૦ દિવસ માટે ૧૦૦ ટકા પેનલ્ટી માફીનો જનહિતકારી નિર્ણય

Gujarati banner 01