mirabai chanu olympics

Mirabai chanu as ASP: મણિપુરના સીએમએ કરી ઘોષણા: મીરાબાઈ ચાનુની ASP તરીકે નિમણૂંક- વાંચો વિગત

Mirabai chanu as ASP: રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) નાં હોદ્દા પર નિમણુક કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી, 27 જુલાઇઃ Mirabai chanu as ASP: ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચનાર મીરાબાઈ ચાનુની મણિપુર સરકાર દ્વારા એડિશનલ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) નાં હોદ્દા પર નિમણુક કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Monsoon season: ગુજરાતમાં ચોમાસું જામ્યું, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ?

રાજ્ય સરકારે મીરાબાઈને 1 કરોડ રૂપિયાનાં રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી દીધી છે.મીરાબાઈએ વેઇટલિફ્ટિંગમાં ભારતનાં 21 વર્ષના મેડલનો દુકાળ સમાપ્ત કર્યો છે, અને તે સાથે સિલ્વર મેડલ જીતીને દેશનું ખાતું ખોલાવ્યું. તેમને 49 કિગ્રા વર્ગમાં આ મેડલ મળ્યો છે.

આ પણ વાંચોઃ Vijay Mallya: માલ્યાને ટૂંક સમયમાં ભારત મોકલાય તેવી શક્યતા બ્રિટિશ ગૃહમંત્રી લેશે નિર્ણય- વાંચો વિગત

આ ઇવેન્ટમાં ચીનની હાઉ ઝિહુઇએ ગોલ્ડ જીત્યો છે. હવે આવા સમાચાર બહાર આવી રહ્યા છે કે ઝિહુઇનો ડોપિંગ ટેસ્ટ થશે. આવી સ્થિતિમાં, જો તે આમાં નિષ્ફળ જશે, તો ચાનુની હાથમાં ગોલ્ડ મેડલ આવશે.

Whatsapp Join Banner Guj