Kanwar yatra

Kanwar yatra: આ કારણે ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર અને ઉજ્જૈનની પ્રસિદ્ધ કાવડ યાત્રા રદ- વાંચો વિગત

Kanwar yatra: હિંદી પંચાંગ પ્રમાણે ગઇ કાલથી શિવપૂજાનો મહિનો શ્રાવણ શરૂ થઈ ગયો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે

ધર્મ ડેસ્ક, 27 જુલાઇઃ Kawar yatra: હિંદી પંચાંગ પ્રમાણે ગઇ કાલથી શિવપૂજાનો મહિનો શ્રાવણ શરૂ થઈ ગયો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનામાં ભક્તો કાવડ યાત્રા કરે છે. કાવડ યાત્રામાં સામેલ કાવડિઓ કેસરી રંગના કપડા પહેરે છે. ખાસ કરીને ગોમુખ, ગંગોત્રી, ઇલાહાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન જેવા તીર્થ સ્થાનોથી શિવ ભક્ત કવાડમાં ગંગાજળ ભરે છે અને વિવિધિ શિવ મંદિરમાં અભિષેક કરવા માટે પગપાળા યાત્રા કરે છે.

દેશભરમાં અનેક જગ્યાએ કાવડ યાત્રા(Kanwar yatra)ઓ કાઢવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે મોટાભાગની જગ્યાએ કાવડ યાત્રા કાઢવા અંગે શાસને પ્રતિબંધ લગાવી દીધો છે. દર વર્ષે હરિદ્વારથી લાખો ભક્ત કાવડમાં ગંગાજળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના શિવ મંદિરમાં લઈ જાય છે અને શિવલિંગ ઉપર અર્પણ કરે છે, પરંતુ આ વખતે ભક્તોને કાવડ યાત્રા માટે હરિદ્વાર જવાની ના પાડવામાં આવી છે.

આ પણ વાંચોઃ Corona vaccine for kids: બાળકો માટે જલ્દી આવશે આ કોરોના વેક્સિન, જાણો ક્યારે આવશે રસી?

કાવડ યાત્રા પણ શિવપૂજા કરવાની એક રીત છે. શ્રાવણ મહિનામાં ભક્ત પવિત્ર નદીઓનું જળ કાવડ(Kanwar yatra)માં ભરે છે અને જે શિવ મંદિરમાં તેમની ઊંડી આસ્થા હોય છે, ત્યાં જઈને શિવલિંગ ઉપર જળ ચઢાવે છે. જેવી રીતે થોડા ભક્ત ઉજ્જૈનની શિપ્રા નદીથી કાવડમાં જળ ભરે છે અને ત્યાંથી લગભગ 140 કિમી દૂર ઓંકારેશ્વર જ્યોર્તિલિંગમાં ચઢાવે છે. થોડા ભક્તો ઓંકારેશ્વર પાસે નર્મદા નદીથી જળ ભરે છે અને ઉજ્જૈનના મહાકાળેશ્વર જ્યોર્તિલિંગ ઉપર જળ ચઢાવે છે.

  • દર વર્ષે શ્રાવણ મહિનામાં દેશભરથી કાવડ યાત્રા કાઢવા માટે ભક્તો ગંગોત્રી પહોંચે છે. ગંગોત્રીથી કાવડમાં જળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના જ્યોતિર્લિંગમાં ગંગા જળ ચઢાવવા માટે કાવડ યાત્રા કરે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે કાવડ યાત્રા રથ કરી છે.
  • યમુનોત્રી ધામથી દર વખતે હજારો ભક્ત દેશભરથી પહોંચે છે અને યમુના નદીનું જળ કાવડમાં લઇને પોત-પોતાના ક્ષેત્રના શિવાલય સુધી લઈ જાય છે. ઘણાં લોકો પગપાળા યાત્રા કરે છે, થોડા લોકો પોત-પોતાના વાહન દ્વારા જળ લઇને જાય છે. આ વખતે શાસને ક્ષેત્રમાં યાત્રા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ IPL 2021: અહીં રમાશે IPLની બાકી મેચો, BCCIએ જાહેર કર્યું સમગ્ર શેડ્યુલ- વાંચો વિગત

કેટલાંક લોકો એવું પણ માને છે કે સૌપ્રથમ ત્રેતાયુગમાં શ્રવણ કુમારે કાવડ યાત્રા(Kanwar yatra)ની કરી હતી. શ્રવણકુમારના અંધ માતા-પિતાએ હરિદ્વારમાં ગંગાસ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રાવણકુમારે તેમના માતાપિતાની તે ઈચ્છા પૂરી કરી. માતા-પિતાને કાવડમાં બેસાડીને હરિદ્વારમાં સ્નાન કરાવ્યું. કહે છે કે પરત ફરતી વખતે શ્રવણ કુમાર કાવડમાં જ ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું. બસ, અહીંથી જ કાવડ યાત્રાની શરૂઆત થઈ.

Kanwar yatra