Raju Srivastav Funeral: પંચતત્ત્વમાં વિલીન થયા રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ, અહેસાન કુરેશી, મધુર ભંડારકર સહિત ઘણા સેલેબ્સ રહ્યા હાજર
Raju Srivastav Funeral: રાજુ શ્રીવાસ્તવને ભાઈ અને પુત્રએ મુખાગ્નિ આપી
મુંબઇ, 22 સપ્ટેમ્બરઃ Raju Srivastav Funeral: દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેના ભાઈએ તેને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો સુનીલ પાલ, ઈશાન કુરેશી, મધુર ભંડારકર સહિત ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. તેમની અંતિમયાત્રા આજે સવારે 9.30 વાગ્યે દિલ્હીના દ્વારકાના દશરથપુરથી શરૂ થઈ હતી, જે રાજુના ભાઈનું ઘર છે. ફેન્સ પણ રાજુને અંતિમ વિદાઈ આપવા માટે હાજર રહ્યા હતા.
કોમેડિયન સુનીલ પોલ અને એહસાન કુરેશી બંને રાજુની અંતિમ યાત્રામાં હાજરી આપી છે. ચાહકોએ ‘રાજુ શ્રીવાસ્તવ અમર રહે’ના નારા લગાવ્યા હતા. કોમેડિયન દોઢ મહિના સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પીઢ હાસ્ય કવિ સુરેન્દ્ર શર્મા પણ રાજુ શ્રીવાસ્તવને વિદાય આપવા પહોંચ્યા હતા.આ દરમિયાન તેમની આંખો ભીની થઈ ગઈ હતી અને ભારે હૃદય સાથે તેમણે દેશના સૌથી મોટા હાસ્ય કલાકારને અંતિમ સલામ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજુની અંતિમ યાત્રા માટે ટ્રકને સફેદ ફૂલોથી શણગારવામાં આવી છે. ટ્રકની આગળ રાજુનો ફોટો પણ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Distribution of groundnut oil: ૭૧ લાખ કાર્ડ ધારકોને રૂ.૧૦૦ના રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ
