ramanand sagars ramayana is back here are 5 reasons you should not miss watching it at any cost 001

Ramayan re telecast: ફરી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ, આ ચેનલ પર શરુ થશે ધારાવાહિક

મનોરંજન ડેસ્ક, 14 એપ્રિલઃ દેશમાં કોરોના કેસ વધી રહ્યાં છે તેવામાં ફરી દેશમાં લૉકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે. તેવામાં એકવાર ફરી પાછલા વર્ષની જેમ રામાનંદ સાહરની રામાયણનું પ્રસારણ(Ramayan re telecast) કરવામાં આવશે. ગયાવર્ષે લૉકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. હવે એકવાર ફરી રામાયણનું પ્રસારણ(Ramayan re telecast) શરૂ થવા જઈ રહ્યું છે. આવો જાણીએ ક્યા સમયે અને કઈ ચેલન પર આવશે રામાયણ.

રામાનંદ સાગરની રામાયણ એકવાર(Ramayan re telecast) ફરી દર્શકોને મનોરંજન કરાવવા માટે તૈયાર છે. રામાયણ ફરી શરૂ થઈ રહી છે. તેને સ્ટાર ભારત ચેનલ પર સાંજે 7 કલાકે પ્રસારિત કરવામાં આવશે. હવે એકવાર ફરી દર્શકો ઘરે રામના દર્શન કરી શકશે. વિભિન્ન રાજ્યોમાં લૉકડાઉન લગાવવાની માંગ ઉઠી રહી છે. આ મહિને 21 એપ્રિલે રામ નવમીનો તહેવાર આવી રહ્યો છે. તેવામાં આ સીરિયલ(Ramayan re telecast) શરૂ થવી દર્શકો માટે ખાસ ભેટ છે. ઉલ્લેખનીય છે કે, રામાયણમાં રામ લક્ષ્મણ, સીતા અને રાવણની મહત્વપૂર્ણ ભૂમિકામાં અરૂણ ગોવિલ, સુનીલ લહરી, દીપિકા ચિખલિયા અને અરવિંદ ત્રિવેદી હતી. તો રામાયણે ભારતના દરેક ઘરમાં અલગ ઓળખ બનાવી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણયઃ CBSE ની ધોરણ 10ની પરીક્ષા(CBSE Exam) કરી કેન્સલ અને ધોરણ 12ની મોકૂફ

ADVT Dental Titanium