Shailesh Lodha

Shailesh Lodha Statement: શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાછો ફરશે શૈલેષ લોઢા! કહ્યું- ભૂતકાળમાં બનેલી વસ્તુઓ…

Shailesh Lodha Statement: મેં મારા જીવનમાં ક્યારેય કંઈ નક્કી કર્યું નથી. મને નાનપણથી જ લખવામાં રસ છે: શૈલેષ લોઢા

મનોરંજન ડેસ્ક, 18 સપ્ટેમ્બરઃ Shailesh Lodha Statement: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ શૈલેષ લોઢા આ દિવસોમાં સ્ક્રીનથી દૂર છે. તેણે એક વર્ષ પહેલા આ શોને ટાટા-બાય-બાય કહ્યું હતું અને તે પોતાના અંગત જીવનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી.

શૈલેષ લોઢાએ ખુલાસો કર્યો છે કે, અભિનેતા અને લેખક બનતા પહેલા તેઓ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા. પરંતુ પગારની સમસ્યાને કારણે તેણે નોકરી છોડી દીધી અને કવિતા અને લેખન ને પોતાનો વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું.

દવાના સેલ્સમેન હતા શૈલેષ લોઢા 

તાજેતરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેતા શૈલેષે મીડિયાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. પોતાની શરૂઆત ની સફરને યાદ કરતાં તેણે કહ્યું, ‘મેં મારા જીવનમાં ક્યારેય કંઈ નક્કી કર્યું નથી. મને નાનપણથી જ લખવામાં રસ છે. પરંતુ મેં નોકરી કરવાનું નક્કી કર્યું કારણ કે મારી માતા ગંભીર અકસ્માતમાં ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

મારી બે નાની બહેનો હતી જેમના મારે લગ્ન કરાવવાના હતા. તેથી મેં નોકરી કરવાનું નક્કી કર્યું. હું NSD અને JNU ભણવા જવા માંગતો હતો. પણ મેં મારા સપનાને એક બોક્સમાં બંધ કરી દીધા અને એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેલ્સમેનની નોકરી લીધી. આ મારો નિર્ણય હતો.’ તેણે કહ્યું, ‘તે સમયે હું પહેલેથી જ પ્રખ્યાત બાળ કવિ હતો. હું લોકોને ઓટોગ્રાફ આપતો હતો. હું નેશનલ લેવલ ડિબેટ ચેમ્પિયન પણ હતો. પણ મેં એક દુકાનેથી બીજી દુકાને દવાઓ વેચવાનું શરૂ કર્યું.’

શૈલેષ લોઢા એ તારક મહેતા શો વિશે કરી વાત 

શૈલેષને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, જો નિર્માતાઓ તેને પુનરાગમન કરવા માટે સંપર્ક કરશે તો શું તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાછો ફરશે. જે પછી અભિનેતાએ એક દોહા સાથે જવાબ આપ્યો કે તે ભૂતકાળમાં બનેલી વસ્તુઓ પર પાછા જોવાનું પસંદ કરશે નહીં.

ખબર હોય કે, શૈલેષે એક વર્ષ પહેલા શો છોડી દીધો હતો અને તાજેતરમાં જ શોના નિર્માતાઓ સામે કેસ જીત્યો હતો. શૈલેષે એપ્રિલ 2022 માં શો છોડ્યા પછી, તેની જગ્યાએ તારક મહેતાની ભૂમિકામાં સચિન શ્રોફ લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો… Kerala Police Hiring Rate: લો બોલો! આ રાજ્યમાં ભાડે મળે છે આખું પોલીસ સ્ટેશન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો