pjimage 12 1617532193

સિનેમા જગતના વરિષ્ઠ અભિનેત્રી શશિકલા(shashikala)નું 88 વર્ષની વયે થયું નિધન, 100થી વધુ ફિલ્મોમાં કર્યો હતો અભિનય

shashikala

બોલિવુડ ડેસ્ક, 04 એપ્રિલઃ સિનેમા જગતના વરિષ્ઠ અભિનેત્રી શશિકલા(shashikala)નું 88 વર્ષની વયે નિધન થયું છે. શશિકલાએ આજે એટલે કે 4 એપ્રિલે મુંબઈના કોલાબામાં બપોરે 12 કલાકે અંતિમ શ્વાસ લીધા થયું છે. તેમણે 70ના દાયકામાં બોલીવુડમાં હીરોઇન અને વિલેન બન્નેની ભૂમિકા ભજવી હતી. શશિકલાને બાળપણથી નાચવા-ગાવાનો શોખ હતો. તેમના પિતાનો બિઝનેસ ઠપ્પ થયા બાદ તેઓ કામની શોધમાં મુંબઈ આવી ગયા હતા. ત્યાં તેમની મુલાકાત નૂર જહાં સાથે થઈ હતી. શશિકલાની પ્રથમ ફિલ્મ જીનત હતી, જેને નૂર જહાંના પતિ શૌકત રિઝવીએ બનાવી હતી. તેમણે તીન બત્તી ચાર રાસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નીલકમલ, અનુપમામાં પણ કામ કર્યું હતું. 

Whatsapp Join Banner Guj

શશિકલાના અંગત જીવનની વાત કરીએ તો, શશિકલા જાવલકરનો જન્મ 4 ઓગસ્ટ 1932ના સોલાપુરમાં થયો હતો. તેમણે પોતાના જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા હતા. પરંતુ તેમનું બાળપણ ખુબ સારી રીતે પસાર થયું હતું. શશિકલાને છ ભાઈ-બહેન હતા અને તેમના પિતા મોટા બિઝનેસમેન હતા. 

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, ફિલ્મોની સાથે-સાથે શશિકલાએ ટીવીમાં પણ કામ કર્યું હતું. તેઓ જાણીતી સીરિયલ સોન પરીમાં ફ્રૂટીના દાદાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ષ 2007માં ભારત સરકારે શશિકલાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

આ પણ વાંચો…. 

વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલા(Digvijaysinh Zala)નું થયું નિધન, પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું..