1 16a084f4e20.2266827 2352699000 16a084f4e20 large

‘shooter dadi’ તરીકે જાણીતા ચંદ્રો તોમરનું નિધન, થોડા દિવસ પહેલા થયા હતા સંક્રમિત- એક્ટ્રેસ ભૂમિએ શેર કર્યા દાદી સાથેના ફોટોઝ

બોલિવુડ ડેસ્ક, 30 એપ્રિલઃ કોરોના મહામારી એક બાદ એક જાણીતી હસ્તિઓને છીનવી રહી છે. શુક્રવારે ‘શૂટર દાદી'(shooter dadi)ના નામથી જાણીતા શૂટર ચંદ્રો તોમરનું નિધન થઈ ગયુ. 26 એપ્રિલે 89 વર્ષના ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી મેરઠની મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી. શૂટર દાદીના નિધનથી તેમના ચાહકોમાં શોકની લહેર દોડી ગઈ છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે ચંદ્રો તોમરે(shooter dadi) જ્યારે શૂટિંગને અપનાવ્યુ ત્યારે તેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી, પરંતુ ત્યારબાદ તેમણે ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી. તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. તેમને વિશ્વના સૌથી મોટી ઉંમરના શૂટર માનવામાં આવતા હતા. 

કોરોના પોઝિટિવ મળ્યા બાદ ચંદ્રો તોમરના ટ્વિટર પેજ પર આ વાતની જાણકારી આપવામાં આવી હતી. ટ્વિટર પેજ પર લખવામાં આવ્યા હતા, દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ છે અને શ્વાસની મુશ્કેલીને કારણે હોસ્પિટલમાં દાખલ છે. ઈશ્વર બધાની રક્ષા કરે- પરિવાર. ટ્વિટર પર શૂટર દાદી(shooter dadi) કોરોના પોઝિટિવ આવવાની જાણકારી મળતા યૂઝર્સ તેમના જલદી સાજા થવાની કામના કરવા લાગ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં ફિલ્મ સાંઢ કી આંખ શૂટર દાદી પર બનાવવામાં આવી હતી. જેમાં ચંદ્રો તોમરનું પાત્ર એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને નિભાવ્યુ હતું. ભૂમિએ દાદી(shooter dadi)ને શ્રદ્ધાંજલિ આપતા તેમની સાથેના ફોટોઝ શેર કર્યા છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

જાણીતા ટીવી ન્યૂઝ રીડર રોહિત સરદના(Rohit Sardana)નું હાર્ટએટેકથી નિધન