Siddharth shukla

Siddharth shukla: એક્ટર અને બિગબોસ વિનર રહેલા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક આવવાથી 40 વર્ષની વયે નિધન

Siddharth shukla: મુંબઇ ખાતેની કુપર હોસ્પિટલમાં સિદ્ધાર્થે અંતિમ શ્વાસ લીધા

બોલિવુડ, 02 સપ્ટેમ્બરઃ Siddharth shukla: બોલિવુડ અને ટેલિવિઝન નો જાણીતો ચહેરો હવે દુનિયાને અલવિદા કહી ચુક્યો છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે બિગબોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક આવવાથી 40 વર્ષની ઉંમરે નિધન થયું છે.

સિદ્ધાર્થ શુક્લાની ઘણી ફેન ફોલોઈંગ હતી. આ દિવસોમાં તે તેની કારકિર્દીની ટોચ પર હતો. સિદ્ધાર્થે જાણી ફિલ્મો, ઘણી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું હતું. બિગ બોસ-13ના વિનર રહ્યાં હતા સિદ્ધાર્થ શુક્લા. સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મો અને ટીવી સિરીયલોમાં કામ કરીને ખુબ લોકચાહના મેળવી હતી. બાલિકા વધૂ સિરીયલમાં શિવના પાત્રથી લોકપ્રિય બનેલા સિદ્ધાર્થ શુક્લાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તે ‘ખતરોં કે ખિલાડી’ અને ‘ઝલક દિખલાજા’ જેવા શોના સિદ્ધાર્થ વિજેતા પણ હતા.

આ પણ વાંચોઃ Afghans hunger finance crisis: અફઘાનિસ્તાનમાં ભૂખમરો, સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાના નાણાં નથી, વિદેશી સહાય બંધ થતાં બેન્કો ખાલી ખમ

સિદ્ધાર્થે ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયા દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. સિદ્ધાર્થની વાત કરીએ તો તેનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ થયો હતો. સિદ્ધાર્થે કરિયરની શરુઆત મોડલિંગ દ્વારા કરી હતી. વર્ષ 2004માં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું.

Whatsapp Join Banner Guj