Afghans hunger finance crisis

Afghans hunger finance crisis: અફઘાનિસ્તાનમાં ભૂખમરો, સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાના નાણાં નથી, વિદેશી સહાય બંધ થતાં બેન્કો ખાલી ખમ

Afghans hunger finance crisis: સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આ સંદર્ભમાં ચેતવણી આપતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં આ મહિના પછી ભયાનક ભૂખમરાની સ્થિતિ આવી શકે છે

કાબુલ, 02 સપ્ટેમ્બરઃ Afghans hunger finance crisis: ગઇ કાલે અમેરિકાના નેતૃત્વમાં નાટો દળોએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે. બુધવારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનનો પહેલો દિવસ હતો. જોકે, આતંકીઓમાંથી શાસક બનેલા તાલિબાનો માટે દેશમાં ફેલાયેલો ભૂખમરો અને આર્થિક કંગાલિયતની સ્થિતિને દૂર કરવી એ સૌથી મોટો પડકાર છે. બીજીબાજુ અમેરિકાએ તાલિબાનને ચેતવણી આપી છે કે જરૂર પડશે તો અમે અફઘાનિસ્તાન પર ડ્રોન હુમલો કરતા રહીશું.

અમેરિકન સૈન્યની વિદાયને પગલે તાલિબાનો ઊજવણી કરી રહ્યા છે. પરંતુ તેમના માટે આ ઊજવણી લાંબો સમય ચાલે તેમ નથી. અમેરિકન અને નાટો દળોની વિદાય એવા સમયે થઈ છે જ્યારે અફઘાનિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આ સંદર્ભમાં ચેતવણી આપતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં આ મહિના પછી ભયાનક ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. અફઘાનિસ્તાન જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા ત્યાં અનાજની ભયંકર અછત પેદા(Afghans hunger finance crisis) થઈ શકે છે. 

આ પણ વાંચોઃ Syed Ali Shah Geelani: સૈયદ અલી શાહ ગિલાની 92 વર્ષે નિધન, પાકે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો, કહ્યું- ગિલાની પોતાને પાકિસ્તાની માનતા હતા તેમને સલામ છે

સ્થાનિક માનવીય સમન્વયક રમીઝ અલાકબારોવે કહ્યું કે, દેશની એક તૃતિયાંશ વસતી ખાદ્ય અસલામતીનો સામનો કરી રહી છે. રોમ સ્થિતિ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ મુજબ ૩.૯ કરોડ લોકોની વસતીવાળા દેશમાં ૧.૪ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.અફઘાનિસ્તાનમાં ત્રણ વર્ષમાં બીજી વખત દુષ્કાળ જેવી સ્થિતિ છે. અફઘાનિસ્તાનમાં ૨૦ લાખ બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. અમેરિકન સૈનિકોની વિદાય પહેલાં જ બંદૂકની અણીએ તાલિબાનોએ લગભગ આખા દેશ પર કબજો કરી લીધો હતો. પરિણામે અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોએ અફઘાનિસ્તાનને અપાતી આર્થિક સહાય બંધ કરી દીધી હતી.

તાલિબાનો માટે દેશવાસીઓ માટે અનાજની સમસ્યા ઉપરાંત સરકારી કર્મચારીઓના પગાર(Afghans hunger finance crisis)ની પણ સમસ્યા છે. સરકારી કર્મચારીઓને કેટલાક મહિનાઓથી પગાર ચૂકવાયા નથી. તાલિબાનોના આગમનને કારણે દેશનું ચલણ પણ ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે. બેન્કોના એટીએમ પણ ખાલી થઈ ગયા છે. તાલિબાનો માટે શાસન કરવા માટે દેશને ભૂખમરા અને આર્થિક કંગાલિયતમાંથી બહાર કાઢવો એ સૌથી મોટો પડકાર બની રહેશે.

આ પણ વાંચોઃ GPSC class-1 & 2 result declared: GPSC ક્લાસ 1 અને 2 પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારુ પરિણામ- વાંચો વિગત

દરમિયાન અમેરિકન દળોની વિદાય પછી રાષ્ટ્રજોગ સંબોધનમાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને તાલિબાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જરૂર પડશે તો અમેરિકા અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા કરવાનંઅ ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારા આઈએસ-ખોરાસનને ચેતવણી આપતા કહ્યું કે અમારો બદલો પૂરો નથી થયો. અફઘાનિસ્તાન છોડવાના નિર્ણયનો બચાવ કરતાં બાઈડેને કહ્યું કે, અમેરિકન લોકોના હિતમાં આ જ સૌથી સારો નિર્ણય હતો. તેમણે ઉમેર્યું કે અમેરિકા હવે કોઈપણ દેશમાં મિલિટરી બેઝ નહીં બનાવે. અફઘાનિસ્તાનમાં હજી પણ ૧૦૦થી ૨૦૦ અમેરિકનો છે. ૩૧મી ઓગસ્ટની ડેડલાઈન અમેરિકન સૈનિકો માટે હતી. અમેરિકન નાગરિકો માટે કોઈ ડેડલાઈન નથી. તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે અમે તેમને બહાર નીકળવામાં મદદ કરીશું. પેન્ટાગોનના પ્રેસ સચિવ જોન કિર્બીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં તેમના સૈનિકોની હાજરી ન હોવા છતાં તેઓ ઈસ્લામિક સ્ટેટ – ખોરાસન સામે અને અફઘાનિસ્તાનમાં જરૂર પડશે તો ડ્રોન હુમલા કરવાનું ચાલુ રાખશે.

Whatsapp Join Banner Guj