Stop Miss world 2021 event

Stop Miss World 2021 Event: 17 સ્પર્ધકો અને સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવતા મિસ વર્લ્ડ ઈવેન્ટ સ્થગિત કરવી પડી- વાંચો વિગત

Stop Miss World 2021 Event: મિસ વર્લ્ડના સ્પર્ધકોને પ્યોરટો રિકો દેશમાં આઈસોલેશનમાં રાખવામાં આવી

મનોરંજન ડેસ્ક, 17 ડિસેમ્બરઃ Stop Miss World 2021 Event: કોરોનાનો ઓછાયો મિસ વર્લ્ડ-2021ની ઈવેન્ટ પર પણ પડ્યો છે.હાલના તબક્કે કોરોનાના કારણે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

ભારતનુ પ્રતિનિધિત્વ આ સ્પર્ધામાં કરનાર મિસ ઈન્ડિયા અને મોડેલ માનસા વારણસી પણ કોરોનાની ચપેટમાં આવી છે.આ સિવાય બીજા 17 લોકો પોઝિટિવ હોવાનુ બહાર આવ્યા બાદ હવે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

ગુરુવારે ઈવેન્ટ શરુ થવાના કલાકો પહેલા એલાન કરવામાં આવ્યુ હતુ. હાલમાં મિસ વર્લ્ડના સ્પર્ધકોને પ્યોરટો રિકો દેશમાં આઈસોલેશનમાં રાખવામાં આવી છે. અહીંયા જ ફાઈનલ યોજવાની હતી પણ હવે ફાઈનલની તારીખો નવેસરથી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Group captain varun singh: ગ્રૂપ કેપ્ટન વરુણસિંહના લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર

ઈવેન્ટના આયોજકોએ કહ્યુ હતુ કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે ઈવેન્ટને સ્થગિત કરવામાં  આવી છે.કુલ મળીને 17 સ્પર્ધકો અને સ્ટાફ મેમ્બર્સને કોરોના થયો છે.સંક્રમિત થનારામાં ભારતની મનસા પણ સામેલ છે.

મનસા 2020માં મિસ ઈન્ડિયા બની હતી.હવે તે વિશ્વ સ્તરે ભારતનુ પ્રતિનિધિત્વ કરવાની છે. એવુ કહેવાય છે કે, સ્વાસ્થ્ય અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ સ્પર્ધકોને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj