Group captain varun singh 1

Group captain varun singh: ગ્રૂપ કેપ્ટન વરુણસિંહના લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર

Group captain varun singh: વરુણ સિંહના ભાઈ તનુલ અને પુત્ર રિધ્ધિમને તેમના નશ્વર હેદને મુખાગ્નિ આપી

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ Group captain varun singh: તામિલનાડુમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનુ બે દિવસ પહેલા નિધન થયુ હતુ.

એ પછી આજે તેમના વતન ભોપાલમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.વરુણ સિંહના ભાઈ તનુલ અને પુત્ર રિધ્ધિમને તેમના નશ્વર હેદને મુખાગ્નિ આપી હતી.

એ પહેલા મિલિટરી ટ્રકમાં તેમના મૃતદેહને સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવ્યો હતો.તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડયા હતા અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.એરફોર્સના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.

આ પણ વાંચો: omicron case update: ઝડપથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ, આ શહેરમાં નોંધાયા 10 નવા દર્દી, દેશમાં કુલ 97 કેસ

ગુરુવારે બપોરે તેમનો પાર્થિવ દેહ બોપાલ પહોંચાડવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પરિવારને એક કરોડ રુપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.

હેલિકોપ્ટર ક્રેશમાં તેઓ એક માત્ર જીવીત વ્યક્તિ હતા.જોકે સાત દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેમનુ નિધન થયુ હતુ.

Whatsapp Join Banner Guj