Bismah maroof pakistani cricketer

Pakistani Cricketer Retired: આ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટરે ઈન્ટરનેશનલ કરિયરને કહ્યું અલવિદા, દીકરી સાથેના ફોટા પર લખી ઇમોશનલ પોસ્ટ

Pakistani Cricketer Retired: પાકિસ્તાનની પૂર્વ મહિલા કેપ્ટન બિસ્માહ મારુકે 18 વર્ષના કરિયરમાં 276 મેચ રમ્યા બાદ સંન્યાસની કરી જાહેરાત

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 એપ્રિલઃ Pakistani Cricketer Retired: પાકિસ્તાનની પૂર્વ મહિલા કેપ્ટન બિસ્માહ મારુકે 18 વર્ષના કરિયરમાં 276 મેચ રમ્યા બાદ ગુરુવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. 32 વર્ષની મારુકે અચાનક આ નિર્ણય લેતા સૌ કોઈ પરેશાન થઈ ગયા છે, કારણ કે, આ વર્ષે બાંગ્લાદેશની યજમાનીમાં ટી-20 વર્લ્ડકપ રમાશે.

બિસ્માહ મારુકે દિકરી સાથેનો ફોટો શેર કરતા લખ્યું મે એ રમતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. જેને તે સૌથી વધારે પ્રેમ કરે છે. એક અવિશ્વસનીય પ્રવાસ રહ્યો છે, જે પડકાર , જીત યાદગાર રહી છે.

આ પણ વાંચો:- Congress Leader Nilesh Kumbhani:ઉમેદવારી પત્ર રદ થયા બાદ, કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી હજી પણ ભૂર્ગભમાં – ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

ઉલ્લેખનીય છે કે, મારુફે 33 અડધી સદી સહિત 6,262 રન બનાવ્યા છે અને 80 વિકેટ લીધી છે. તે 15 વર્ષની હતી.ત્યારે 2006માં ભારત વિરુદ્ધ વનડેમાં પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યુ હતુ અને 3 વર્ષ બાદ આયરલેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી ટી 20 મેચ રમી હતી. મારુફે પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે બ્રેક લીધો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો