sunny deol

Sunny deol troll by fans: સન્ની દેઓલના એક પત્ર લખવાથી સોશિયલ મીડિયા પર ટ્રોલ્સ કરી રહ્યાં છે ફેન્સ- વાંચો શું છે મામલો?

Sunny deol troll by fans: સન્ની દેઓલે સુજાનપુર વિધાનસભા પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય દિનેશસિંહ ઉર્ફે બબ્બુની દીકરીને એક કારની ડિલિવરી ઝડપથી થાય એ માટે મહિન્દ્રા કંપનીને એક પત્ર લખ્યો છે.

બોલિવુડ ડેસ્ક, 17 ઓગષ્ટઃ Sunny deol troll by fans: પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સાંસદ અને અભિનેતા સન્ની દેઓલ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ્સ થયા છે. આટલું જ નહીં લોકોએ તેની ટીકા પણ ઘણી કરી છે આથી એક નવો વિવાદ જાગ્યો છે.

બન્યું છે એવું કે સન્ની દેઓલે સુજાનપુર વિધાનસભા પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય દિનેશસિંહ ઉર્ફે બબ્બુની દીકરીને એક કારની ડિલિવરી ઝડપથી થાય એ માટે મહિન્દ્રા કંપનીને એક પત્ર લખ્યો છે.

Sunny deol troll by fans

જોકે આ પત્ર સન્ની દેઓલે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧માં લખ્યો છે. જેમાં સન્નીએ જણાવ્યું છે કે દિનેશસિંહની પુત્રી સુરભિએ કાર માટે એડવાન્સમાં રૂા.૨૧ હજાર ભરી દીધા છે. ધારાસભ્યની દીકરીને એજન્સી ઝડપથી કારની ડિલિવરી આપે.

આ માટે સોશિયલ મીડિયા યુઝર્સે સન્નીની જબરદસ્ત ટીકા કરી ટ્રોલ્સ કર્યો છે અને સ્થાનિક જનતા પણ ઘણી ગુસ્સે થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે સન્ની દેઓલનો સંપર્ક સાધવાના પ્રયત્નો કરવામાં આવ્યા છતાં તેનો સંપર્ક થયો નથી.

આ પણ વાંચોઃ Tokyo paralympic Games: પેરાલિમ્પિકમાં ભાગ લેવા ભારતની ૫૪ સભ્યોની ટીમ ટોક્યો જવા રવાના- વાંચો ક્યા ખેલાડીઓ છે આ યાદીમાં સામેલ?

ગુરદાસપુરના એક વતની વરુણ કોહલીએ કહ્યું છે કે ‘સન્ની દેઓલ પોતાના ધારાસભ્યને કાર જલદી મળે એ માટે મહિન્દ્રા કંપનીને પત્ર લખી શકે છે, પણ અમે ઇચ્છીએ છીએ કે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખી અમારી માગણી પૂરી કરવા પત્ર લખે. અમે તેમની સાથે છીએ અને અમે તેમનો અવાજ છીએ.’

આ વાતને વિપક્ષોએ પણ ઝડપી લીધી છે અને સન્ની દેઓલની આલોચના કરી હોવાનું જાણવા મળ્યું છે.

Whatsapp Join Banner Guj